IND vs SA: ફેન્સનું ટેન્શન વધ્યું, ICC ફાઈનલમાં ખૂબ જ ખરાબ છે ભારતનો રેકોર્ડ!
ટીમ ઈન્ડિયા ફરી એકવાર ICC ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ

ટીમ ઈન્ડિયા ફરી એકવાર ICC ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ વખતે રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. લગભગ 7 મહિના પહેલા પણ ટીમ ઈન્ડિયા ICC ટૂર્નામેન્ટ (2023 ODI વર્લ્ડ કપ)ની ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં તેને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ICC ફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ ઘણો ખરાબ છે.
ICC ટૂર્નામેન્ટની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાને અત્યાર સુધી ઘણી હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ અત્યાર સુધીમાં કુલ 12 ICC ટૂર્નામેન્ટ ફાઈનલ રમી ચૂકી છે. હવે મેન ઇન બ્લુ T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ દ્વારા 13મી ICC ફાઇનલ રમશે. ચાલો જાણીએ છેલ્લી 12 ICC ફાઇનલમાં ટીમનો રેકોર્ડ.
ICC ફાઇનલમાં ભારતનો રેકોર્ડ
અત્યાર સુધી રમાયેલી 12 ફાઈનલમાંથી ભારતીય ટીમ માત્ર 4માં જ જીત હાંસલ કરી શકી છે. ફાઇનલમાં ટીમની માત્ર ચાર જીત ફેન્સ માટે ચિંતાનો વિષય છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લે 11 વર્ષ પહેલા 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી દ્વારા ICC ફાઈનલ જીતી હતી. ત્યાર બાદ ટીમ ઈન્ડિયા પાંચ ICC ફાઈનલ હારી ચૂકી છે.
તમામ 12 ફાઇનલમાં ભારતનો રેકોર્ડ
1983નો વર્લ્ડ કપ જીત્યો
2000ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં હારી
2002 ચેમ્પિયન્સ ટ્રોફી ટાઈ
2003 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં હાર
2007 T20 વર્લ્ડ કપ જીત્યો
2011 ODI વર્લ્ડ કપ જીત્યો
2013ની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી
2014 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં હારી હતો
2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં હારી
2021 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર
2023 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર
2023 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં હાર
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડથી બદલો લઈને ભારત 2024 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું
ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડથી બદલો લઈને T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. 2023 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતને હરાવનારી ઓસ્ટ્રેલિયાને ટીમ ઈન્ડિયા સુપર-8માં હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી હતી. ત્યાર બાદ 2022ના છેલ્લા T20 વર્લ્ડ કપમાં સેમિફાઈનલમાં ભારતને હરાવનારી ઈંગ્લેન્ડની ટીમને ટીમ ઈન્ડિયાએ સેમિફાઈનલમાં જ હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહારનો રસ્તો બતાવી દીધો હતો અને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.








