મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

Asia Cup 2025 / આ 5 ફેક્ટર્સના કારણે પાકિસ્તાન સામે ભારે છે ભારતીય ટીમનું પલડું, ફાઈનલ જીતવાની છે પ્રબળ દાવેદાર

આજે (28 સપ્ટેમ્બર) UAEમાં એશિયા કપની ફાઈનલ મેચ રમાશે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબ

Asia Cup 2025 / આ 5 ફેક્ટર્સના કારણે પાકિસ્તાન સામે ભારે છે ભારતીય ટીમનું પલડું, ફાઈનલ જીતવાની છે પ્રબળ દાવેદાર

આજે (28 સપ્ટેમ્બર) UAEમાં એશિયા કપની ફાઈનલ મેચ રમાશે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો જામશે. એશિયા કપના ઈતિહાસના 41 વર્ષમાં પહેલીવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. ભારતીય ફેન્સને પૂરો વિશ્વાસ છે કે આપણા દેશના ધુરંધરો પાકિસ્તાની ખેલાડીઓને ધૂળ ચટાડશે. મેચ પહેલા જાણો ભારતના પક્ષમાં કેમ બની રહ્યા સમીકરણ છે.

ભારતીય ટીમમાં જીતની હેટ્રીક માટે થનગનાટ

એશિયા કપની આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે બે વખત તો પાકિસ્તાની ટીમને માત આપેલી જ છે. એવામાં હવે ભારતીય ટીમના ખેલાડીઓ જીતની હેટ્રીક લગાવવા માટે થનગની રહ્યા છે. પહેલી બે મેચમાં પાકિસ્તાની ખેલાડીઓને ભારતીય ખેલાડીઓને મુશ્કેલીમાં મૂકવા માટે કોઈ હથિયાર ન મળ્યું તો દુર્વ્યવહાર પર ઉતરી આવ્યા હતા. 

ભારતના મજબૂત બેટર્સ

T20 રેન્કિંગમાં દુનિયાના ટોપ 5 બેટર્સમાં ભારતનો અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવનું નામ છે. જ્યારે પાકિસ્તાનનો એક પણ બેટર ટોપ-5માં નથી. આ સિવાય આ ટુર્નામેન્ટમાં અભિષેક શર્મા અને શુભમન ગિલ ખૂબ શાનદાર પ્રદર્શન કરી જ રહ્યા છે. 

સારી બોલિંગ

પાકિસ્તાનના બોલર્સ માત્ર મોટા મોટા બણગા ફૂંકવામાં જ રેકોર્ડ બનાવે તેવા છે. જ્યારે બીજી તરફ ભારત પાસે જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવ જેવા શાનદાર બોલર્સ છે. 

દુનિયાનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર 

T20 રેન્કિંગમાં હાલ હાર્દિક પંડ્યા દુનિયાનો નંબર-1 ઓલરાઉન્ડર છે. સેમીફાઈનલ અને ફાઈનલ જેવી મેચોમાં હંમેશા જ હાર્દિક પંડ્યાનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે. 

T20માં ભારતનો દબદબો

પાકિસ્તાન સામે T20 મેચમાં ભારતનું પલડું હંમેશા ભારે જ રહ્યું છે. આ ફોર્મેટની શરૂઆત થઈ ત્યારથી બંને દેશો વચ્ચે 15 મેચો રમાઈ છે જેમાંથી ભારતે 11 જીતી છે. 

આ સમાચાર શેર કરો