Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : India and Pakistan have clashed 5 times in T20I at dubai ground

દુબઈમાં T20Iમાં 5 વખત ટકરાઈ છે ભારત અને પાકિસ્તાનની ટીમ, જાણો કઈ મેચમાં કોને મળી જીત

Timeછેલ્લું અપડેટ : 28 Sept 2025
લાઇવ ટીવીGoogle News
દુબઈમાં T20Iમાં 5 વખત ટકરાઈ છે ભારત અને પાકિસ્તાનની ટીમ, જાણો કઈ મેચમાં કોને મળી જીત
સોર્સ : GSTV

28 સપ્ટેમ્બર, રવિવારના રોજ 2025 એશિયા કપની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાનની ટીમો ટકરાશે. ટાઇટલ મેચ દુબઈમાં રમાશે. ફાઈનલ ભારતીય સમય મુજબ રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે. આ મેચ જીતવા માટે ટીમ ઈન્ડિયા ફેવરિટ છે. ફાઈનલ પહેલા, અમે તમને જણાવીશું કે દુબઈમાં T20Iમાં ભારત અને પાકિસ્તાન કેટલી વખત ટકરાયા છે. દરેક મેચનું પરિણામ શું આવ્યું?

App Store

દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી 5 T20I મેચ રમાઈ છે. ટીમ ઈન્ડિયાએ 3 મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાને બે જીતી છે. આ 5માંથી 4 મેચ એશિયા કપમાં જ રમાઈ હતી. ચાલો તમને જણાવીએ કેવી રહી છે દરેક મેચ.

24 ઓક્ટોબર, 2021- પાકિસ્તાને ભારતને 10 વિકેટથી હરાવ્યું

T20 ફોર્મેટના ઈતિહાસમાં ઓક્ટોબર 2021માં બંને દેશો આ મેદાન પર પહેલીવાર ટકરાયા હતા, જેમાં પાકિસ્તાનની 10 વિકેટથી જીત થઈ હતી. આ મેચમાં કેપ્ટન વિરાટ કોહલી (57) અડધી સદી ફટકારનાર એકમાત્ર ભારતીય ખેલાડી હતો. શાહીન આફ્રિદી (3 વિકેટ) ની શાનદાર બોલિંગ સામે ટીમ ઈન્ડિયા નિર્ધારિત ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 151 રન જ બનાવી શકી હતી. જવાબમાં, મોહમ્મદ રિઝવાન (79) અને કેપ્ટન બાબર આઝમ (68) એ અતૂટ પાર્ટનરશિપ કરીને પાકિસ્તાનને 17.5 ઓવરમાં સરળ જીત અપાવી હતી.

28 ઓગસ્ટ, 2022- ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું

એશિયા કપના ગ્રુપ સ્ટેજ મેચમાં, પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન 19.5 ઓવરમાં માત્ર 147 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જવાબમાં, ભારતે 19.4 ઓવરમાં 5 વિકેટ બાકી રહેતા મેચ જીતી લીધી હતી.

4 સપ્ટેમ્બર, 2022- પાકિસ્તાને ભારતને 5 વિકેટથી હરાવ્યું

પાકિસ્તાને એશિયા કપની સુપર-4 મેચ 5 વિકેટથી જીતી હતી. પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા એ 7 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. જવાબમાં, મોહમ્મદ રિઝવાન (71) ની શાનદાર ઈનિંગને કારણે પાકિસ્તાની ટીમે 1 બોલ બાકી રહેતા જીત મેળવી હતી.

14 સપ્ટેમ્બર, 2025- ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું

ભારતે ફરી એકવાર એશિયા કપ ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન સામે 7 વિકેટથી જીત મેળવી. ભારતેપહેલી ઈનિંગમાં પાકિસ્તાનને 9 વિકેટના નુકસાને 127 રન પર રોક્યું હતું, આ પછી ટીમ ઈન્ડિયાએ 15.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને સરળતાથી ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

21 સપ્ટેમ્બર, 2025- ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું

ભારતે એશિયા કપની સુપર-4 મેચમાં પહેલીવાર પાકિસ્તાનને હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરતા, પાકિસ્તાની ટીમ 5 વિકેટ ગુમાવીને 171 રન બનાવી શકી હતી. જવાબમાં, ભારતે 18.5 ઓવરમાં 6 વિકેટ બાકી રહેતા મેચ જીતી લીધી હતી.