Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IND vs PAK Asia Cup 2025 final pitch report and match prediction

Asia Cup 2025 / ટુર્નામેન્ટના ઈતિહાસમાં આજે પહેલીવાર ફાઈનલમાં ટકરાશે ભારત-પાકિસ્તાન, જાણો પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન

Timeછેલ્લું અપડેટ : 28 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Asia Cup 2025 / ટુર્નામેન્ટના ઈતિહાસમાં આજે પહેલીવાર ફાઈનલમાં ટકરાશે ભારત-પાકિસ્તાન, જાણો પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
સોર્સ : GSTV

એશિયા કપ 2025 ફાઈનલ શરૂ થવામાં હવે 12 કલાકથી પણ ઓછો સમય બાકી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટાઈટલ મેચ આજે એટલે કે 28 સપ્ટેમ્બરના રોજ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે, ટોસ ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે થશે.  એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન ત્રીજી વખત આમને-સામને થશે. અગાઉ, ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજ અને સુપર-4માં પાકિસ્તાનને હરાવ્યું હતું.

App Store

ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ એશિયા કપ ફાઈનલ

એશિયા કપનો ઈતિહાસ 41 વર્ષ જૂનો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ પહેલીવાર હશે જ્યારે ભારત અને પાકિસ્તાન એશિયા કપ ફાઈનલમાં એકબીજા સામે ટકરાશે. ટીમ ઈન્ડિયાએ આઠ વખત ટુર્નામેન્ટ જીતી છે, જ્યારે પાકિસ્તાને ફક્ત બે વાર એશિયા કપ ટાઈટલ જીત્યું છે.

દુબઈ પિચ રિપોર્ટ

આ હવામાનમાં દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમની પિચ ખૂબ જ ધીમી છે. ફાઈનલમાં પણ પિચ ધીમી રહેશે. શરૂઆતની ઓવર્સમાં અહીં ઝડપી રન બનાવી શકાય છે, પરંતુ એકવાર બોલ જૂનો થઈ જાય, તો સ્પિનર્સ પ્રભુત્વ મેળવશે. ડ્યુનો પ્રભાવ પડવાની શક્યતા ઓછી છે. જોકે, એશિયા કપમાં આ મેદાન પર રન ચેઝ કરવા સરળ રહ્યા છે. તેથી, ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે.

મેચ પ્રિડિક્શન

ટાઈટલ મેચમાં ટીમ ઈન્ડિયાનો હાથ ઉપર છે. ટીમ ઈન્ડિયા દરેક પાસામાં આગળ હોવાનું જણાય છે. ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનવા માટે મજબૂત દાવેદાર છે. ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટમાં પહેલા જ બે વખત પાકિસ્તાનને હારવી ચૂકી છે. જો ટીમ આજે પણ પહેલા જેવું પ પ્રદર્શન કરે છે, તો તેની જીતવાની શક્યતા ઘણી છે. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ સહિત દરેક વિભાગમાં, ટીમ ઈન્ડિયા પાકિસ્તાની ટીમ કરતાં આગળ અને શ્રેષ્ઠ જણાય છે.

બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ભારત- અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને જસપ્રિત બુમરાહ.

પાકિસ્તાન- સાહિબજાદા ફરહાન, ફખર ઝમાન, સેમ અયૂબ, હસન નવાઝ, સલમાન આગા (કેપ્ટન), મોહમ્મદ હારિસ (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, અબરાર અહેમદ, હારિસ રઉફ અને શાહીન શાહ આફ્રિદી.