Asia Cup 2025 / સૂર્યાએ ગાવસ્કરની આ સલાહ માની લીધી તો થશે રનનો વરસાદ, ફાઈનલ પહેલા મળ્યો 'ગુરુ મંત્ર'

એશિયા કપ 2025ની ફાઈનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. ટીમ ઈન્ડિયાએ આ ટુર્નામેન્ટમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ સૂર્યા અપેક્ષા મુજબ પ્રદર્શન નથી કરી શક્યો. કેપ્ટન સૂર્યા પરફાઈનલમાં મોટી જવાબદારી રહેશે, અને હવે દિગ્ગજ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે તેને 'ગુરુ મંત્ર' આપ્યો છે. તેણે કહ્યું કે જો સૂર્યા ફાઈનલમાં એક કામ કરે છે, તો તે મજબૂત પ્રદર્શન કરી શકે છે અને તે બેટથી રનનો વરસાદ કરી શકે છે.
ગાવસ્કરે સૂર્યા ને ગુરુ મંત્ર આપ્યો
એશિયા કપ 2025ની ફાઈનલ પહેલા સુનીલ ગાવસ્કરે સમજાવ્યું કે સૂર્યકુમાર યાદવ તેની બેટિંગ કેવી રીતે સુધારી શકે છે. તેણે કહ્યું કે કેપ્ટને પિચ પર થોડો સમય વિતાવવાની જરૂર છે. તેણે કહ્યું, "એમાં કોઈ શંકા નથી કે તે એક મહાન ખેલાડી છે. હું ફક્ત એ જ સલાહ આપીશ કે તે મેદાનની વચ્ચેની પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરવા માટે પોતાને ત્રણ કે ચાર બોલ આપે, જેનાથી તે પેસ બાઉંસ અને ટર્નનું મૂલ્યાંકન કરી શકે. ડ્રેસિંગ રૂમમાંથી જોવું અને મેદાન પર ઉતરવું અલગ વાત છે. ક્યારેક, જો બેટ્સમેન આગળ હોય, તો એવું લાગે છે કે મેદાન પર કંઈ જ નથી. જોકે, તમારી કુદરતી રમત રમતા પહેલા થોડા બોલ લઈને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું હંમેશા સારું રહે છે."
એશિયા કપ 2025માં સૂર્યાનું પ્રદર્શન
- UAE સામે- 7* રન
- પાકિસ્તાન સામે- 47* રન
- ઓમાન સામે- બેટિંગ નહતી કરી
- પાકિસ્તાન સામે (સુપર-4)- 0 રન
- બાંગ્લાદેશ સામે (સુપર-4)- 5 રન
- શ્રીલંકા સામે (સુપર-4)- 12 રન
ફાઈનલમાં સૂર્યા પર રહેશે નજર
એશિયા કપ 2025ની ફાઈનલ આ મેચ 28 સપ્ટેમ્બરના રોજ યોજાશે. ટુર્નામેન્ટમાં સૂર્યાનું બેટ નથી ચાલ્યું, અને તે સતત ફ્લોપ રહ્યો છે. તેથી, સૂર્યાએ હવે ફાઈનલમાં મોટી જવાબદારી નિભાવવી પડશે. તેણે સાવધાનીપૂર્વક રમવું પડશે અને ટીમને સ્થિરતા પ્રદાન કરવી પડશે.

