Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Shoaib Akhtar fears this India Player gave advise to Pakistan's team before final

Asia Cup 2025 / શોએબ અખ્તરને આ ભારતીય ખેલાડીથી લાગે છે ડર, ફાઈનલ પહેલા પાકિસ્તાનની ટીમને આપી સલાહ

Timeછેલ્લું અપડેટ : 26 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Asia Cup 2025 / શોએબ અખ્તરને આ ભારતીય ખેલાડીથી લાગે છે ડર, ફાઈનલ પહેલા પાકિસ્તાનની ટીમને આપી સલાહ
સોર્સ : GSTV

બાંગ્લાદેશ સામે 11 રનથી વિજય મેળવ્યા બાદ પાકિસ્તાને એશિયા કપ 2025 ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. સલમાન આગાની ટીમ ટાઈટલ મેચમાં કટ્ટર હરીફ ભારતનો સામનો કરશે. આ ફાઈનલ મુકાબલા પહેલાં ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પાકિસ્તાનની ટીમને કેટલીક સલાહ આપી છે. ભારતે એશિયા કપ 2025માં પાકિસ્તાનને બે વાર હરાવ્યું છે. શોએબ અખ્તરે પાકિસ્તાનના બેટ્સમેનને સાવધાન રહેવા કહ્યું છે.

App Store

શોએબ અખ્તરે અભિષેક શર્માની ધુઆંધાર બેટિંગ અને બોલિંગ પર પાકિસ્તાની ખેલાડીઓને સલાહ આપી છે કે, આ બેટ્સમેનથી સાવધ રહેવું જોઈએ અને તેને પહેલી બે ઓવરમાં આઉટ કરવો જોઈએ. ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાનને 7 વિકેટથી અને સુપર 4માં 6 વિકેટથી હરાવ્યું હતું.

ખેલાડીઓને આપી સલાહ

અખ્તરે 'ગેમ ઓન' કાર્યક્રમમાં સલાહ આપી હતી કે, "આ માનસિકતામાંથી બહાર નીકળો, તેમની આભાને બાજુ પર મૂકો... તેમની આભાને તોડી નાખો. બાંગ્લાદેશ સામેની મેચમાં જે માનસિકતા હતી તે જ માનસિકતા સાથે રમો. તમારે તે જ માનસિકતાની જરૂર છે. તમારે 20 ઓવર નાખવાની જરૂર નથી; તમારે ફક્ત વિકેટ લેવાની જરૂર છે."

અભિષેક શર્માથી ટેન્શનમાં

અભિષેક શર્માએ પાકિસ્તાનના ખેલાડીઓને હંફાવ્યા હતા. જેનાથી તેમની ટીમ ફાઈનલમાં ટેન્શનમાં છે. અખ્તરે કહ્યું કે, "માર્ક માય વર્ડ્સ, જો અભિષેક શર્મા પહેલી બે ઓવરમાં આઉટ થઈ જાય છે, તો તેમની ટીમ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. અભિષેકને ઝડપથી આઉટ કરવો પડશે. તે દરેક ખરાબ બોલને સારી રીતે રમશે. તમારે બસ આક્રમક બોલિંગ કરવાની છે. જો તમે અડગ રહીને રમશો તો ભારતે રન લેવા માટે વધુ મહેનત કરવી પડશે."

અખ્તરે વધુમાં કહ્યું કે, "હું ગૌતમ ગંભીરને ઓળખું છું. તે તેની ટીમને પાકિસ્તાન સામે શ્રેષ્ઠ રમવા જોર કરતો હશે. તે કહેતો હશે કે, પાકિસ્તાન સૌથી ખરાબ ક્રિકેટ રમશે, તેઓ સૌથી ખરાબ ટીમ પસંદ કરશે, પરંતુ જેમ જેમ તેઓ ફાઈનલમાં પહોંચશે, તેઓ શ્રેષ્ઠ ક્રિકેટ રમશે અને ફાઈનલ જીતશે. આવું અમારી સાથે ઘણી વખત બન્યું છે."