Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : West Indies fast bowler ruled out from test series against India

IND vs WI / ટેસ્ટ સિરીઝ શરૂ થાય તે પહેલા જ વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો ઝટકો, ટીમમાંથી બહાર થયો મેચ વિનર ખેલાડી

Timeછેલ્લું અપડેટ : 26 Sept 2025
લાઇવ ટીવીGoogle News
IND vs WI / ટેસ્ટ સિરીઝ શરૂ થાય તે પહેલા જ વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો ઝટકો, ટીમમાંથી બહાર થયો મેચ વિનર ખેલાડી
સોર્સ : Google

શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ 2 ઓક્ટોબરથી વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણે બે મેચની ટેસ્ટ સિરીઝ રમશે. મુલાકાતી ટીમે પહેલેથી જ તેની ટીમની જાહેરાત કરી દીધી હતી, જ્યારે ભારતની ટીમની પણ 25 સપ્ટેમ્બરે જાહેરાત કરવામાં આવી હતી. આ ટેસ્ટ સિરીઝ શરૂ થાય તે પહેલાં, વેસ્ટ ઈન્ડિઝની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો મેચ વિનર ફાસ્ટ બોલર શમર જોસેફ ઈજાને કારણે બહાર થઈ ગયો છે.

App Store

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ 25 સપ્ટેમ્બરે બે ટેસ્ટ સિરીઝ માટે ભારત આવી ગઈ છે, ટીમ 27 સપ્ટેમ્બરે અમદાવાદ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ શરૂ કરશે. તે પહેલા વેસ્ટ ઈન્ડિઝે શમર જોસેફના ટીમમાંથી બહાર થવા અંગે અપડેટ આપ્યું છે, ટીમે તેની ઈજા વિશે ટ્વિટ કર્યું હતું,  ટીમે લખ્યું હતું કે શમર જોસેફની ઈજાનું મૂલ્યાંકન કરવામાં આવશે જેથી ખાતરી કરી શકાય કે તે આ વર્ષના અંતમાં બાંગ્લાદેશ સામેની મર્યાદિત ઓવરની સિરીઝ પહેલા પરત ફરી શકે. વેસ્ટ ઈન્ડિઝે શમર જોસેફના બદલે જોહાન લાઈનને ટીમમાં સામેલ કરવાની જાહેરાત કરી છે.

વેસ્ટ ઈન્ડિઝની નવી સ્કવોડ

રોસ્ટન ચેઝ (કેપ્ટન), જોમેલ વાર્રીકન, કેવલન એન્ડરસન, એલિક અથાન્જે, જોન કેમ્પબેલ, તેજનારાયણ ચંદ્રપોલ, જસ્ટિન ગ્રીવ્સ, શાઈ હોપ, તેવિન ઈમલાચ, જોહાન લાઈન, બ્રાન્ડન કિંગ, એન્ડરસન ફિલિપ, ખારી પિયરે, ઝાયડેન સીલ્સ.

ભારતમાં વેસ્ટ ઈન્ડિઝનો અત્યાર સુધીનો ટેસ્ટ રેકોર્ડ

ભારતમાં વેસ્ટ ઈન્ડિઝનો ટેસ્ટ ક્રિકેટ રેકોર્ડ વિશે વાત કરીએ તો તેણે ભારતમાં 47 મેચ રમી છે, જેમાં 14 જીતી છે અને 13 હારી છે. જ્યારે, 20 મેચ ડ્રો રહી છે. જોકે, જો આપણે ટેસ્ટ ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડિઝ ટીમના તાજેતરના ફોર્મ પર નજર કરીએ, તો આ સિરીઝ તેમના માટે સરળ નહીં રહેશે. આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ચોથી એડિશનમાં તેની બીજી સિરીઝ હશે.

ટેસ્ટ સિરીઝ માટે ભારતની સ્કવોડ

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિક્કલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા (વાઈસ કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ યાદવ, એન જગદીસન.