Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Kuldeep Yadav on the verge of creating history in the Asia Cup

Asia Cupમાં ઈતિહાસ રચવાની કગાર પર કુલદીપ યાદવ, 3 વિકેટ લેતા જ તોડી નાખશે શ્રીલંકન બોલરનો રેકોર્ડ

Timeછેલ્લું અપડેટ : 26 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Asia Cupમાં ઈતિહાસ રચવાની કગાર પર કુલદીપ યાદવ, 3 વિકેટ લેતા જ તોડી નાખશે શ્રીલંકન બોલરનો રેકોર્ડ
સોર્સ : Google

એશિયા કપ 2025 સમાપ્ત થવાની નજીક છે. ટુર્નામેન્ટની આ એડિશનમાં હવે માત્ર 2 જ મેચ બાકી છે. આ બંને મેચમાં ભારતીય ટીમ ભાગ લેવાની છે. ભારત આજે (26 સપ્ટેમ્બર) સુપર-4ની છેલ્લી મેચમાં શ્રીલંકા સામે ટકરાશે. આ પછી રવિવારે (28 સપ્ટેમ્બર) ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ રમાશે. ત્યારે ભારતીય રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવ આ ટુર્નામેન્ટ પૂરી થાય તે પહેલા ઈતિહાસ રચી શકે છે. તે એશિયા કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની શકે છે. તમને જણાવી દઈએ કે એશિયા કપ બે ફોર્મેટમાં રમાય છે, ODI અને T20. કુલદીપ યાદવે આ બંને ફોર્મેટની મળીને અત્યાર સુધી 31 વિકેટ લીધી છે. ચાલો જાણીએ એશિયા કપમાં સૌથી વધુ વિકેટ કોણે લીધી છે, અને યાદમાં ટોપ-5માં ક્યા બોલર્સ સામેલ છે.

App Store

લસિથ મલિંગાના નામે છે આ રેકોર્ડ

શ્રીલંકાના દિગ્ગજ ફાસ્ટ બોલર લસિથ મલિંગાના નામે એશિયા કપના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ છે, ODI અને T20 બંને ફોર્મેટમાં મળીને મલિંગાએ આ એશિયન ટુર્નામેન્ટમાં 33 વિકેટ લીધી છે.

કુલદીપ યાદવ બીજા સ્થાને

ચાઈનામેન બોલર કુલદીપ યાદવ એશિયા કપના ઈતિહાસમાં ODI અને T20 ફોર્મેટમાં મળીને સૌથી વધુ વિકેટ લેનારા બોલર્સની યાદીમાં બીજા સ્થાને છે. કુલદીપે 2025 એશિયા કપમાં અત્યાર સુધીમાં 12 વિકેટ લીધી છે, જેનાથી તેની કુલ વિકેટ 31 થઈ ગઈ છે. તે લસિથ મલિંગાનો રેકોર્ડ તોડવાથી માત્ર ત્રણ વિકેટ દૂર છે.

મુથૈયા મુરલીધરન નંબર 3 પર

શ્રીલંકાનો બીજો એક મહાન બોલર મુથૈયા મુરલીધરન પણ આ યાદીમાં છે. તે 30 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે. કુલદીપ યાદવે તેને પાછળ છોડી દીધો છે.

રવિન્દ્ર જાડેજા ચોથા નંબર પર

T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ આ યાદીમાં છે. તેણે એશિયા કપમાં ODI અને T20 ફોર્મેટમાં મળીને કુલ 29 વિકેટ લીધી છે.

શાકિબ અલ હસન 5મા સ્થાન પર

બાંગ્લાદેશનો ભૂતપૂર્વ કેપ્ટન શાકિબ અલ હસન 28 વિકેટ સાથે આ યાદીમાં પાંચમા સ્થાને છે. શાકિબે T20 અને ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.