Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Ajit Agarkar answers why Karun Nair is dropped from test squad

IND vs WI / કરુણ નાયરને કેમ કરવામાં આવ્યો ટીમમાંથી બહાર? અજીત અગરકરે આપ્યો જવાબ

Timeછેલ્લું અપડેટ : 25 Sept 2025
લાઇવ ટીવીGoogle News
IND vs WI / કરુણ નાયરને કેમ કરવામાં આવ્યો ટીમમાંથી બહાર? અજીત અગરકરે આપ્યો જવાબ
સોર્સ : Google

ટીમ ઈન્ડિયા ઓક્ટોબરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે બે મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. આ સિરીઝ 2 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે, અને BCCI એ ભારતીય ટીમની જાહેરાત કરી છે. ઈંગ્લેન્ડ પ્રવાસ પછી, શુભમન ગિલ ફરી એકવાર ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે. આ સિરીઝ માટે રવિન્દ્ર જાડેજાને વાઈસ કપ્તાન બનાવવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે આઠ વર્ષ પછી ટીમમાં પાછા ફર્યા હોવા છતાં, કરુણ નાયરને આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની 15 સભ્યોની સ્કવોડમાં સામેલ નથી કરવામાં આવ્યો.

App Store

કરુણ નાયરને કેમ ન આપવામાં આવી તક?

કરુણ નાયરને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડ પ્રવાસ તેના માટે સારો નહતો રહ્યો. વેસ્ટ ઈન્ડિઝ સામેની આગામી ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં તેના સ્થાને દેવદત્ત પડિકલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અંગે ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર અજિત અગરકરે કહ્યું, "અમે કરુણ નાયર પાસેથી વધુ અપેક્ષા રાખી હતી, ફક્ત એક ઈનિંગની નહીં. પડિક્કલને વધુ સારું કરી શકે છે. અમે દરેકને 15-20 તકો આપવા માંગીએ છીએ, પરંતુ આ પરિસ્થિતિઓમાં તે શક્ય નથી."

શ્રેયસ અય્યર વિશે, અજિત અગરકરે કહ્યું, "શ્રેયસ અય્યર એક સિનિયર ખેલાડી છે અને તેણે ઈન્ડિયા Aનું નેતૃત્વ પણ કર્યું છે. અમે ઘણા ખેલાડીઓમાં નેતૃત્વના ગુણો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કમનસીબે, શ્રેયસ તેની ફિટનેસને કારણે ઉપલબ્ધ નહીં રહે."

ટીમ ઈન્ડિયાની 15 સભ્યોની ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિક્કલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા (વાઈસ કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ યાદવ, એન જગદીસન.