Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Mithun Manhas becomes new BCCI president

મિથુન મન્હાસ બન્યા BCCIના નવા અધ્યક્ષ, રોજર બિન્નીને રિપ્લેસ કર્યા

Timeછેલ્લું અપડેટ : 28 Sept 2025
લાઇવ ટીવીGoogle News
મિથુન મન્હાસ બન્યા BCCIના નવા અધ્યક્ષ, રોજર બિન્નીને રિપ્લેસ કર્યા
સોર્સ : GSTV

BCCIને નવો બોસ મળી ગયો છે. જમ્મુ ક્રિકેટ સંઘ સાથે જોડાયેલા પૂર્વ ક્રિકેટર મિથુન મન્હાસને BCCIના નવો અધ્યક્ષ માટે AGMમાં પસંદ કરવામાં આવ્યા છે. મિથુન મન્હાસ રોજર બિન્નીની જગ્યા લેશે.

App Store

મિથુન મન્હાસ બન્યા BCCIના નવા બોસ

મિથુન મન્હાસને BCCIના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. રાજીવ શુકલા પોતાના જૂના ઉપાધ્યક્ષના પદ પર બન્યા રહેશે. કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘ (KSCA)ના વર્તમાન અધ્યક્ષ અને ભારતના પૂર્વ સ્પિનર રઘુરામ ભટ્ટ કોષાધ્યક્ષ છે, તેમનો KSCA અધ્યક્ષ પદનો કાર્યકાળ 30 સપ્ટેમ્બરે સમાપ્ત થઇ રહ્યો છે. દેવજીત સાઇકિયા સચિવ પદ પર બન્યા રહેશે જ્યારે પ્રભતેજ ભાટિયાને સંયુક્ત સચિવ બનાવવામાં આવ્યા છે.

મિથુન મન્હાસની ક્રિકેટ કરિયર

મિથુન મન્હાસની ક્રિકેટ કારકિર્દી ભલે આંતરરાષ્ટ્રીય સ્તરે ન પહોંચી હોય, પરંતુ સ્થાનિક ક્રિકેટમાં તેનું મોટું નામ છે. તેણે 157 ફર્સ્ટ-ક્લાસ મેચ, 130 લિસ્ટ A મેચ અને 91 T20 મેચ રમી છે, તેણે તમામ ફોર્મેટમાં 15,010 રન બનાવ્યા છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, તે વહીવટી ભૂમિકાઓમાં પણ સક્રિય રહ્યો છે. તાજેતરમાં, તેણે જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશનમાં વહીવટકર્તા તરીકે સેવા આપી હતી. તેણે IPL ટીમ ગુજરાત ટાઈટન્સ માટે સપોર્ટ સ્ટાફ સભ્ય અને દુલીપ ટ્રોફીમાં નોર્થ ઝોનના કન્વીનર તરીકે પણ સેવા આપી છે.