U19 Women's T20 WC / ભારતે જીત સાથે કરી ટૂર્નામેન્ટની શરૂઆત, માત્ર 26 બોલમાં જ વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું
મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં રમાઈ રહેલા ICC અંડર 19 મહિલા T20 વર્લ્ડ કપ 2025માં ભારતીય મહિલા ટીમ

મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં રમાઈ રહેલા ICC અંડર 19 મહિલા T20 વર્લ્ડ કપ 2025માં ભારતીય મહિલા ટીમે શાનદાર શરૂઆત કરી છે. ગ્રુપ Aનો ભાગ રહેલી ટીમે 19 જાન્યુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાની પહેલી મેચ રમી હતી અને તેને 9 વિકેટથી એકતરફી જીત મેળવી હતી. ભારતીય મહિલા ટીમના બોલરોએ પહેલી જ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં તેમણે વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગ્સને ફક્ત 44 રન સુધી મર્યાદિત કરી દીધી હતી, ત્યારબાદ ભારતીય ટીમે આ ટાર્ગેટ માત્ર 26 બોલમાં જ ચેઝ કરી લીધો અને પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું પણ ખોલ્યું હતું.
આ પણ વાંચો: Champions Trophy / શું જસપ્રીત બુમરાહ તોડી શકશે રવિન્દ્ર જાડેજાનો આ રેકોર્ડ? 2013થી છે અતૂટ
આ ખેલાડીઓએ બોલ સાથે કરી કમાલ
ટોસ જીત્યા બાદ, ભારતીય મહિલા અંડર-19 ટીમના કેપ્ટન નિક્કી પ્રસાદે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો જે બોલરોએ સાચો સાબિત કર્યો. કારણ કે તેઓએ વેસ્ટ ઈન્ડિઝની ટીમને ચોથી ઓવરમાં જ 10 રનના સ્કોર પર પહેલો ઝટકો આપ્યો. અહીંથી, વિકેટો પડતી રહી જેમાં વિન્ડીઝ મહિલા અંડર 19 ટીમે 26 રનના સ્કોર સુધી 5 વિકેટ ગુમાવી દીધી. ભારતીય ટીમના બોલરોએ વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગ્સને માત્ર 13.2 ઓવરમાં 44 રનમાં સમેટી દીધી હતી. ભારતીય ટીમ તરફથી પારુણિકા સિસોદિયાએ ત્રણ વિકેટ લીધી જ્યારે આયુષી શુક્લા અને વીજે જોશીતાએ બે-બે વિકેટ લીધી હતી.
કમાલિની અને સાનિકાએ સરળ જીત અપાવી
45 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે, ભારતીય મહિલા અંડર-19 ટીમે 4 રનના સ્કોર પર ત્રિશાના રૂપમાં પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી. પરંતુ તે પછી બેટિંગ કરવા આવેલી સાનિકા ચાલકેએ કમાલિનીનો સાથ આપ્યો અને વિન્ડીઝના બોલરોએ આ પછી કોઈ સફળતા હાંસલ ન થઈ અને ભારતની આ બંને બેટ્સમેને સાથે મળીને માત્ર 4.2 ઓવરમાં આ ટાર્ગેટ ચેઝ કર્યો. સાનિકાએ 11 બોલમાં 18 રન બનાવ્યા જ્યારે કમાલિની પણ 16 રન બનાવવામાં સફળ રહી. હવે ભારતીય મહિલા અંડર-19 ટીમ ગ્રુપ Aમાં 21 જાન્યુઆરીએ યજમાન મલેશિયા સામે પોતાની બીજી મેચ રમશે.






