મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO / ટીમ ઈન્ડિયાના ફિલ્ડિંગ કોચે ખેલાડીઓ વચ્ચે કરાવી કોમ્પિટિશન, જીતનારને મળ્યું આ ઈનામ

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા મેલબર્નમાં હાજર છે. બોક્સિંગ ડે ટેસ્ટ મ

VIDEO / ટીમ ઈન્ડિયાના ફિલ્ડિંગ કોચે ખેલાડીઓ વચ્ચે કરાવી કોમ્પિટિશન, જીતનારને મળ્યું આ ઈનામ

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા મેલબર્નમાં હાજર છે. બોક્સિંગ ડે ટેસ્ટ મેલબર્નમાં રમાવાની છે, જે 26 ડિસેમ્બરથી શરૂ થશે. ટીમ ઈન્ડિયા મેચની તૈયારીમાં વ્યસ્ત છે. દરમિયાન, BCCIએ સોશિયલ મીડિયા દ્વારા એક વીડિયો શેર કર્યો, જેમાં ફિલ્ડિંગ કોચ ટી દિલીપે ખેલાડીઓ વચ્ચે એક રસપ્રદ ફિલ્ડિંગ કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું. કોમ્પિટિશન જીતનારને 300 ડોલરનું ઈનામ પણ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ICC ચેમ્પિયન્સ ટ્રોફીના શેડ્યૂલ અંગે મોટું અપડેટ,અહીં ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાશે

આ કોમ્પિટિશન માટે, ફિલ્ડિંગ કોચે 6-6 ખેલાડીઓના ત્રણ ગ્રુપ પસંદ બનાવ્યા હતા. ત્રણેય ગ્રુપમાં યુવા ખેલાડીઓને કેપ્ટન બનાવવામાં આવ્યા હતા.

ગ્રુપ-1: સરફરાઝ ખાન (કેપ્ટન), વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, અભિમન્યુ ઈશ્વરન, હર્ષિત રાણા અને યશસ્વી જયસ્વાલ.

ગ્રુપ-2: મોહમ્મદ સિરાજ (કેપ્ટન), રોહિત શર્મા, રિષભ પંત, કેએલ રાહુલ, આકાશદીપ અને નીતિશ કુમાર રેડ્ડી.

ગ્રુપ-3: ધ્રુવ જુરેલ (કેપ્ટન), જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, શુભમન ગિલ, પ્રસિદ્ધ કૃષ્ણા અને વોશિંગ્ટન સુંદર.

કોમ્પિટિશન શું હતી?

કોમ્પિટિશન માટે ત્રણ થ્રો પોઈન્ટ્સ બનાવવામાં આવ્યા હતા. તમામ થ્રો પોઈન્ટ્સને અલગ અલગ પોઈન્ટ આપવામાં આવ્યા હતા. તમામ ગ્રુપના દરેક ખેલાડીને થ્રો કરવાની તક આપવામાં આવી હતી. સૌથી વધુ પોઈન્ટ મેળવનાર ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી.

ધ્રુવ જુરેલની ટીમ જીતી

ધ્રુવ જુરેલની કેપ્ટનશિપ હેઠળની ટીમે કોમ્પિટિશન જીતી હતી. જીત બાદ ફિલ્ડિંગ કોચે ધ્રુવ જુરેલને 300 ડોલરનું ઈનામ આપ્યું હતું. જીત્યા બાદ જુરેલ ખૂબ જ ખુશ દેખાતો હતો.

છેલ્લી ટેસ્ટ ડ્રો રહી હતી

તમને જણાવી દઈએ કે અગાઉની એટલે કે સિરીઝની ત્રીજી ટેસ્ટ બ્રિસ્બેનના ગાબામાં રમાઈ હતી. મેચમાં વરસાદને કારણે ઘણી મુશ્કેલી પડી હતી. 5 દિવસની મેચમાં 4 દિવસ સુધી વરસાદે દખલ કરી હતી. વરસાદના કારણે મેચનું પરિણામ ડ્રો રહ્યું હતું.

આ સમાચાર શેર કરો