મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

T20 વર્લ્ડકપ: ભારતની સેમી ફાઇનલમાં જગ્યા પાક્કી, સુપર-8માં બાંગ્લાદેશને હરાવ્યું

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમે ટી-20 વર્લ્ડકપ 2024માં અત્યાર સુધી સારૂ પ્રદર્શન કર્ય

T20 વર્લ્ડકપ: ભારતની સેમી ફાઇનલમાં જગ્યા પાક્કી, સુપર-8માં બાંગ્લાદેશને હરાવ્યું

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમે ટી-20 વર્લ્ડકપ 2024માં અત્યાર સુધી સારૂ પ્રદર્શન કર્યું છે. ટીમે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી. ભારતે પહેલા સુપર-8માં ધમાકેદાર અંદાજમાં એન્ટ્રી કરી હતી અને સતત 2 મેચ જીતીને હવે સેમી ફાઇનલમાં પણ પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે.

ભારતીય ટીમે સુપર-8માં પહેલા અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. તે બાદ બાંગ્લાદેશને 50 રને હરાવ્યું હતું. હવે આ સ્ટેજમાં ભારતીય ટીમ પોતાની અંતિમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે. આ મેચ 24 જૂને ગ્રોસ આઇલેટમાં રમાશે.

અંતિમ મેચમાં ભારતની જીત જરૂરી!

મહત્ત્વપૂર્ણ છે કે ભારતીય ટીમે બલે સેમી ફાઇનલમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી હોય તેમ છતા ટીમે પોતાની અંતિમ મેચ જીતવી જરૂરી હશે. 

ફેન્સ અહીં કન્ફ્યૂઝ હશે કે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ અંતિમ મેચમાં જીત અને ફાઇનલનું શું કનેક્શન છે? એવામાં સ્પષ્ટ કરી દઇએ કે ભારતીય ટીમ પોતાની અંતિમ  મેચ જીતી લે છે તો તે પોતાના ગ્રુપમાં ટોપ પર થઇને સેમી ફાઇનલમાં પહોંચશે.

ગયાનામાં સેમી ફાઇનલ રમશે ભારતીય ટીમ

સાથે જ ભારતીય ટીમ પોતાની સેમી ફાઇનલ મેચ 27 જૂને ગયાનામાં રમશે. જ્યા તે દિવસે વરસાદની વધારે આશંકા છે. એવામાં ભારતીય ટીમનો સેમી ફાઇનલ મુકાબલો વરસાદને કારણે ધોવાઇ શકે છે. જો આમ થાય છે તો પોતાના ગ્રુપ સ્ટેજમાં ટોપ પર રહેનારી ટીમને ફાયદો થશે અને તે સીધો ફાઇનલમાં એન્ટ્રી કરશે.

આ વર્લ્ડકપમાં સસ્પેન્સ છે. તે બીજી સેમી ફાઇનલ માટે ICCએ કોઇ પણ રિઝર્વ ડે નથી રાખ્યો છે. જ્યારે પ્રથમ સેમી ફાઇનલ માટે રિઝર્વ-ડે રાખવામાં આવ્યો છે. જો બીજી સેમી ફાઇનલ મેચમાં વરસાદ પડે છે તો તે મેચ માટે રિઝર્વ ડેની જગ્યાએ 4 કલાક 10 મિનિટનો વધારાનો સમય નક્કી કરવામાં આવ્યો છે જેથી તે મેચને તે દિવસે જ પૂર્ણ કરી શકાય.

વરસાદથી મેચ રદ થાય છે તો શું થશે?

જો વરસાદ નથી રોકાતો તો મેચને રદ કરવી પડશે. આવી સ્થિતિમાં નિયમ અનુસાર પોતાના ગ્રુપમાં ટોપ પર રહેનારી ટીમને જ ફાયદો થશે. જો ભારતીય ટીમ પોતાની અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવે છે તો તે દિવસે વરસાદને કારણે મેચ રદ થવાની વાતથી ડરવાની જરૂર નહીં પડે.

મહત્ત્વપૂર્ણ છે કે ભારતીય ટીમ જો પોતાના ગ્રુપમાં ટોપ પર રહેતા સેમી ફાઇનલમાં પહોંચે છે તો તેની ટક્કર ગ્રુપ-2માં બીજા નંબર પર રહેનારી ટીમ સામે થશે. બીજા ગ્રુપમાંથી અત્યારે 3 ટીમ સેમી ફાઇનલની રેસમાં છે. આ ટીમ દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ છે. અમેરિકા આ રેસમાંથી બહાર છે.

આ સમાચાર શેર કરો