મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

કાનપુર ટેસ્ટ મેચ જીતતાની સાથે જ ઈન્ડિયા રચશે ઈતિહાસ, બની જશે આવું કરનાર દુનિયાનો પહેલો દેશ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્

કાનપુર ટેસ્ટ મેચ જીતતાની સાથે જ ઈન્ડિયા રચશે ઈતિહાસ, બની જશે આવું કરનાર દુનિયાનો પહેલો દેશ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. ભારત કાનપુરમાં રમાનાર બીજી ટેસ્ટ મેચ જીતવા અને બે મેચની ટેસ્ટ સીરિઝમાં બાંગ્લાદેશને 2-0થી સ્વીપ કરવા ઈચ્છશે. જો ભારત બાંગ્લાદેશ સામે ટેસ્ટ સીરિઝ જીતવામાં સફળ થાય છે તો તેના નામે એક મોટો રેકોર્ડ નોંધાઈ જશે. ભારત આ મહાન સ્થાન પ્રાપ્ત કરનાર સમગ્ર વિશ્વનો પહેલો દેશ બનશે.

બાંગ્લાદેશને હરાવીને ભારત બનાવશે મોટો રેકોર્ડ

ભારતીય ટીમ 12 વર્ષથી ઘરઆંગણે કોઈ ટેસ્ટ સીરિઝ હારી નથી. નવેમ્બર 2012માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ હાર્યા બાદ ભારતીય ટીમે ઘરઆંગણે એક પણ ટેસ્ટ સીરિઝ ગુમાવી નથી. ટીમ ઈન્ડિયા ઘરઆંગણે રમાયેલી છેલ્લી 52 ટેસ્ટ મેચોમાં માત્ર 4 મેચ જ હારી છે. ટીમ ઈન્ડિયાએ 2012થી અત્યાર સુધી ઘરઆંગણે 41 ટેસ્ટ મેચ જીતી છે. આ સમયગાળા દરમિયાન, 7 ટેસ્ટ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે.

સતત 18મી ટેસ્ટ સીરિઝ જીતવાની તક

ટીમ ઈન્ડિયા માટે સમગ્ર ભારત એક અભેદ્ય કિલ્લો છે. ઘરઆંગણે સતત સૌથી વધુ ટેસ્ટ સીરિઝ જીતવાના મામલે ટીમ ઈન્ડિયા ટોપ પર છે. ભારતીય ટેસ્ટ ટીમ પછી ઓસ્ટ્રેલિયા આવે છે. ઓસ્ટ્રેલિયાએ ઘરઆંગણે બે વખત સતત 10 ટેસ્ટ સીરિઝ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો. જો ભારત બાંગ્લાદેશ સામે ટેસ્ટ સીરિઝ જીતવામાં સફળ થાય છે તો તેના નામે એક મોટો રેકોર્ડ નોંધાઈ જશે. ઘરઆંગણે ભારતની આ સતત 18મી ટેસ્ટ સીરિઝ જીત હશે.

ટીમ ઈન્ડિયાને ભારતમાં હરાવવું મુશ્કેલ

વિશ્વની કોઈપણ ટીમ હજુ સુધી ઘરઆંગણે સતત 18 ટેસ્ટ સીરિઝ જીતી શકી નથી. આ મહાન સિદ્ધિ હાંસલ કરનાર ભારત દુનિયાનો પહેલો દેશ હશે. ટીમ ઈન્ડિયા માટે સમગ્ર ભારત એક અભેદ્ય કિલ્લો છે. ઘરઆંગણે સતત સૌથી વધુ ટેસ્ટ સીરિઝ જીતવાના મામલે ટીમ ઈન્ડિયા ટોપ પર છે. ભારતીય ટેસ્ટ ટીમ પછી ઓસ્ટ્રેલિયા આવે છે. ઓસ્ટ્રેલિયાએ ઘરઆંગણે બે વખત સતત 10 ટેસ્ટ સીરિઝ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

ભારતીય ધરતી પર ટેસ્ટ સીરિઝમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ (2013થી)

1. ઓસ્ટ્રેલિયા વર્સેસ ભારત - ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સીરિઝ 4-0 (4) (2013)થી જીતી
2. વેસ્ટ ઈન્ડિઝ વર્સેસ ભારત - ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સીરિઝ 2-0 (2) (2013)થી જીતી
3. દક્ષિણ આફ્રિકા વર્સેસ ભારત - ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સીરિઝ 3-0 (4) (2015)થી જીતી
4. ન્યુઝીલેન્ડ વર્સેસ ભારત - ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સીરિઝ 3-0 (3) (2016)થી જીતી
5. ઈંગ્લેન્ડ વર્સેસ ભારત - ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સીરિઝ 4-0 (5) (2016)થી જીતી
6. બાંગ્લાદેશ વર્સેસ ભારત - ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સીરિઝ 1-0 (1) (2017)થી જીતી
7. ઓસ્ટ્રેલિયા વર્સેસ ભારત - ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સીરિઝ 2-1 (4) (2017)થી જીતી
8. શ્રીલંકા વર્સેસ ભારત - ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સીરિઝ 1-0 (3) (2017)થી જીતી
9. અફઘાનિસ્તાન વર્સેસ ભારત - ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સીરિઝ 1-0 (1) (2018)થી જીતી
10. વેસ્ટ ઈન્ડિઝ વર્સેસ ભારત - ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સીરિઝ 2-0 (2) (2018)થી જીતી
11. દક્ષિણ આફ્રિકા વર્સેસ ભારત - ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સીરિઝ 3-0 (3) (2019)થી જીતી
12. બાંગ્લાદેશ વર્સેસ ભારત - ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સીરિઝ 2-0 (2) (2019)થી જીતી
13. ઈંગ્લેન્ડ વર્સેસ ભારત - ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સીરિઝ 3-1 (4) (2021)થી જીતી
14. ન્યુઝીલેન્ડ વર્સેસ ભારત - ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સીરિઝ 1-0 (2) (2021)થી જીતી
15. શ્રીલંકા વર્સેસ ભારત - ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સીરિઝ 2-0 (2) (2022)થી જીતી
16. ઓસ્ટ્રેલિયા વર્સેસ ભારત - ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સીરિઝ 2-1 (4) (2023)થી જીતી
17. ઈંગ્લેન્ડ વર્સેસ ભારત - ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સીરિઝ 4-1 (5) (2024)થી જીતી
18. બાંગ્લાદેશ વર્સેસ ભારત - ટીમ ઈન્ડિયા 1-0 (2) (2024)થી આગળ છે

2013થી ઘરઆંગણે (ટેસ્ટ ક્રિકેટમાં) ભારતનો રેકોર્ડ

મેચ - 52
જીત - 41
હાર - 4
ડ્રો - 7

બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશદીપ, આર. અશ્વિન, જસપ્રીત બુમરાહ, યશ દયાલ.

ભારત વર્સેસ બાંગ્લાદેશ બીજી ટેસ્ટ શેડ્યૂલ

બીજી ટેસ્ટ મેચ - 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર, સવારે 9:30 કલાકે, કાનપુર

આ સમાચાર શેર કરો