મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

T20 વર્લ્ડકપ: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ફાઇનલમાં પ્રવેશવા ખરાખરીનો જંગ

ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં પ્રવેશવાના ઇરાદા સાથે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગયાનામાં મુકાબલો ખેલાશે. રો

T20 વર્લ્ડકપ: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ફાઇનલમાં પ્રવેશવા ખરાખરીનો જંગ

ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં પ્રવેશવાના ઇરાદા સાથે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગયાનામાં મુકાબલો ખેલાશે. રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ટીમ ઇન્ડિયાએ વરસાદમાં ધોવાઇ ગયેલી મેચને બાદ કરતાં તમામ મુકાબલા ભારે આત્મવિશ્વાસ સાથે જીતી બતાવ્યા છે. હવે ભારતને 10 વર્ષ બાદ ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં પ્રવેશવાની આશા છે. જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડની ટીમને ગત ટી-20 વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં પુનરાવર્તનની આશા છે જેમાં ઇંગ્લેન્ડે ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. મહત્ત્વપૂર્ણ છે કે દક્ષિણ આફ્રિકા અફઘાનિસ્તાનને હરાવીને ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં પ્રવેશી ચુક્યુ છે.

વેસ્ટ ઇન્ડિઝના ગયાનાના પ્રોવિડેન્સ સ્ટેડિયમમાં ભારતીય સમય પ્રમાણે રાત્રે 8.00 વાગ્યાથી સેમિ ફાઇનલ મેચ રમાશે. ગયાનામાં તોફાની પવનો સાથે ગાજવીજ થવાની અને વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેના કારણે આયોજકો અને ક્રિકેટરો તેમજ ચાહકો ચિંતિંત બન્યા છે.

ભારતના બેટ્સમેનોનો આત્મવિશ્વાસ આસમાને

ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોએ ભારે આત્મવિશ્વાસ સાથે પ્રભાવ પાડ્યો છે. કેપ્ટન રોહિત શર્મા તેમજ વન ડાઉન તરીકે ઉતરતા રિષભ પંતે સ્કોરબોર્ડને ઝડપથી ફરતું રાખ્યું છે. કોહલીને બાદ કરતાં ટીમના બેટ્સમેનોનો દેખાવ પ્રભાવશાળી રહ્યો છે. સૂર્યકુમાર અને હાર્દિક પંડ્યા આક્રમક અડધી સદીઓ ફટકારી ચુક્યા છે. દુબે તેમજ અક્ષર પટેલ પણ ટીમ માટે ઉપયોગી બેટિંગ કરી ચુક્યા છે જેના કારણે ભારતીય બેટિંગ ઇંગ્લેન્ડના બોલરો પર હાવી રહે તેવો અંદાજ છે.

ટીમ ઇન્ડિયાના બોલરો પણ સારા ફોર્મમાં

અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવની સાથે હાર્દિક પંડ્યા સહિતના ઓલ રાઉન્ડરોએ ઘાતક બોલિંગથી ટીમની સફળતામાં યોગદાન આપ્યું છે. ભારતે આ ટી-20 વર્લ્ડકપમાં સેમિ ફાઇનલમાં પ્રવેશવા સુધી કૂલ 6 મેચ જીતી છે અને તેમાંથી ચાર વિજય ભારતને પ્રથમ બેટિંગ કરતા મળ્યા છે. અર્શદીપ 15, બુમરાહ 11 અને હાર્દિક પંડ્યા 8 વિકેટ ઝડપી ચુક્યા છે. કુલદીપે સુપર-8માં જાદુ ચલાવ્યો છે. ટીમને જાડેજાના યાદગાર પ્રદર્શનની પણ આશા છે.

ઇંગ્લેન્ડનો બેટિંગ પર મદાર, બોલિંગ સમસ્યા

ઇંગ્લેન્ડની ટીમનો મુખ્ય આધાર બેટ્સમોનો પર રહેશે. ટી-20 વર્લ્ડકપમાંથી બહાર ફેકાવાના આરે ધકેલાયા બાદ બટલરની ટીમે જોરદાર પુનરાગમન કર્યું છે. કેપ્ટન બટલરની સાથે સોલ્ટની સાથે બેરિસ્ટો, બ્રૂક તેમજ મોઇન અલી અને લિવિંગસ્ટન અને સેમ કર્રન જેવા બેટ્સમેનોની હાજરીની કારણે ઇંગ્લેન્ડની બેટિંગ લાઇનઅપ અત્યંત મજબૂત છે.

આ સમાચાર શેર કરો