આજે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલમાં ટકરાશે ભારત અને ચીન, જાણો લાઈવ સ્ટ્રીમિંગની વિગતો
ભારતીય મહિલા હોકી ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પહોંચી ગઈ છે. ભારતીય ટીમ ટાઈટલ મેચમાં ચીન સામે

ભારતીય મહિલા હોકી ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પહોંચી ગઈ છે. ભારતીય ટીમ ટાઈટલ મેચમાં ચીન સામે ટકરાશે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, જેના કારણે તેની ફાઈનલ જીતવાની શક્યતાઓ ઘણી વધી ગઈ છે. ચાલો અમે તમને જણાવીએ કે તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે આ મેચ લાઈવ જોઈ શકશો.
આ પણ વાંચો: Rafael Nadal / રાફેલ નડાલે ટેનિસને કહ્યું અલવિદા, હાર સાથે આવ્યો કારકિર્દીનો અંત
મેચ ક્યારે રમાશે?
ભારત અને ચીનની મહિલા ટીમો વચ્ચે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ આજે એટલે કે 20 નવેમ્બર બુધવારના રોજ ભારતીય સમય અનુસાર સાંજે 4:45 કલાકે શરૂ થશે. આ મેચ બિહારના રાજગિર સ્ટેડિયમમાં રમાશે.
લાઈવ ટેલિકાસ્ટ
ભારત અને ચીન વચ્ચે રમાનારી ફાઈનલ મેચનું ભારતમાં સોની સ્પોર્ટ્સ દ્વારા લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ સિવાય ફાઈનલ મેચ સોની લાઈવ એપ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે.
ભારત vs ચીન હેડ ટૂ હેડ
ભારત અને ચીનની મહિલા ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 46 મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 12 મેચ જીતી અને ચીને 28 મેચ જીતી છે. આ સિવાય 6 મેચ ડ્રો ગઈ છે.
પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે ભારત
તમને જણાવી દઈએ કે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના પોઈન્ટ્સ ટેબલ પર ભારતીય ટીમ ટોપ પર છે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ નથી હારી. પાંચેય મેચ જીતીને ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. ભારતીય ટીમે સેમીફાઈનલમાં જાપાન સામે 3-0થી જીત મેળવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. અગાઉ ગ્રુપ સ્ટેજમાં ભારતીય ટીમર કુલ 26 ગોલ કર્યા હતા, જ્યારે તેની સામે માત્ર 2 ગોલ થયા હતા.








