મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

અમદાવાદમાં ભારત પ્લેઇંગ ઇલેવનમાં કરી શકે છે બદલાવ, રિષભ પંતને મળી શકે છે તક

ભારતીય ટીમ 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બેટિંગ સંયોજ

અમદાવાદમાં ભારત પ્લેઇંગ ઇલેવનમાં કરી શકે છે બદલાવ, રિષભ પંતને મળી શકે છે તક

ભારતીય ટીમ 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બેટિંગ સંયોજનની સમસ્યા હલ કરવાના ઇરાદે ઉતરશે. ભારતે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ત્રણ મેચની વન ડે સિરીઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે. અમદાવાદમાં 12 ફેબ્રુઆરીએ રમાનાર ત્રીજી વન ડે મેચમાં ભારત બેન્ચ સ્ટ્રેન્થને અજમાવી શકે છે. ભારતે અત્યાર સુધી બન્ને મેચમાં કેએલ રાહુલને વિકેટ કીપર તરીકે ઉતાર્યો છે પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા તે રિષભ પંતને તક આપી શકે છે.

ભારતનું ઇંગ્લેન્ડ સામે સારૂ પ્રદર્શન

ભારતે અત્યાર સુધી ત્રણેય વિભાગમાં સારૂ પ્રદર્શન કર્યું છે. સ્પિનર વરૂણ ચક્રવર્તીને ટીમમાં સામેલ કરવા અને ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની વાપસીથી ભારતનો બોલિંગ આક્રમણ મજબૂત થયો છે. કેપ્ટન રોહિત શર્મા બીજી વન ડેમાં 90 બોલમાં 119 રન બનાવીને ફોર્મમાં પરત ફર્યો છે જે ભારત માટે સારા સંકેત છે.ભારતે બેટિંગ ક્રમમાં કેટલાક બદલાવ કર્યા છે અને કેએલ રાહુલ પહેલા સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલને બેટિંગ માટે મોકલ્યો છે. ભારત માટે આ ફાયદાકારક રહ્યું કારણ કે અક્ષર પટેલ આ સ્થાન પર સારૂ પ્રદર્શન કરી રહ્યો છે પરંતુ રાહુલ છઠ્ઠા નંબર પર સારી બેટિંગ કરી નથી શક્યો.

કેએલ રાહુલની જગ્યાએ પંતને મળી શકે છે તક

કેએલ રાહુલનું બેટિંગમાં અત્યાર સુધી પ્રદર્શન સામાન્ય રહ્યું છે. એવામાં જો ભારત રિષભ પંતને તક આપે છે તો કોઇને આશ્ચર્ય ના થવું જોઇએ. પત ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતની 15 સભ્યોની ટીમમાં સામેલ છે અને ટીમ મેનેજમેન્ટ આ ICC ટૂર્નામેન્ટ પહેલા પંતને મેચ પ્રેક્ટિસની તક આપી શકે છે. પંતના ટીમમાં આવવાથી કેએલ રાહુલે બહાર બેસવુ પડી શકે છે.

શ્રેયસ અય્યર-કોહલી પાસે સારી ઇનિંગની આશા

રોહિત શર્મા ભલે ફોર્મમાં પરત ફર્યો છે પરંતુ સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ યથાવત છે. વિરાટ કોહલી ઘુટણની ઇજાને કારણે પ્રથમ મેચ રમી શક્યો નહતો જ્યારે બીજી મેચમાં તે સસ્તામાં આઉટ થયો હતો. ભારતને મિડલ ઓર્ડરમાં શ્રેયસ અય્યર પાસે પણ સારી ઇનિંગની આશા હશે. ઓલ રાઉન્ડર અક્ષર પટેલને પાંચમા નંબર પર બેટિંગ માટે ઉતારવો અત્યાર સુધી યોગ્ય સાબિત થયું છે. અક્ષર પટેલે પ્રથમ બે મેચમાં સારૂ પ્રદર્શન કર્યું છે. પ્રથમ મેચમાં 52 અને બીજી મેચમાં અણનમ 42 રન બનાવ્યા છે. 

કુલદીપ-અર્શદીપને મળી શકે છે તક

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર ત્રીજી વન ડે મેચમાં બેન્ચ પર બેસેલા અર્શદીપ સિંઘ અને કુલદીપ યાદવને પ્લેઇંગ ઇલેવનમાં તક મળી શકે છે.બુમરાહની ગેરહાજરીમાં મોહમ્મદ શમી અને હર્ષિત રાણા નવા બોલથી મોરચો સંભાળી રહ્યાં છે પરંતુ બન્ને બોલર ઇંગ્લેન્ડની ઓપનર જોડીને પરેશાન કરી શક્યા નથી. ભારતીય ટીમના એક અન્ય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમમાં જગ્યા આપવામાં આવી છે. તે અત્યાર સુધી બન્ને મેચમાં રમ્યો નથી. અર્શદીપે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટી-20 સિરીઝમાં સારૂ પ્રદર્શન કર્યુ હતું અને ટીમ મેનેજમેન્ટ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આ મેચમાં તેને તક આપી શકે છે. અર્શદીપ હર્ષિતની જગ્યાએ પ્લેઇંગ-11માં જગ્યા બનાવી શકે છે. સ્પિનર કુલદીપ યાદવે આ સિરીઝમાં માત્ર એક જ મેચ રમી છે અને તેને પણ વરૂણ ચક્રવર્તીના સ્થાન પર પ્લેઇંગ 11માં તક આપવામાં આવી શકે છે.

ઇંગ્લેન્ડ સામે ત્રીજી વન ડે માટે સંભવિત ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રિષભ પંત (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ

આ સમાચાર શેર કરો