મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

WCL 2024 Final / ટાઈટલ માટે પાકિસ્તાન ચેમ્પિયન્સ સામે ટકરાશે યુવરાજની સેના, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024 તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. બર્મિંગહામના મેદાનમાં આજે

WCL 2024 Final / ટાઈટલ માટે પાકિસ્તાન ચેમ્પિયન્સ સામે ટકરાશે યુવરાજની સેના, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024 તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. બર્મિંગહામના મેદાનમાં આજે ફાઈનલ મેચ ઈન્ડિયા ચેમ્પિયન અને પાકિસ્તાન ચેમ્પિયન વચ્ચે રાત્રે 9 કલાકે રમાશે. પાકિસ્તાને સેમીફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયનને 20 રનથી હરાવ્યું હતું. જ્યારે ભારતે ઓસ્ટ્રેલિયન ચેમ્પિયનને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતીય ટીમની કમાન યુવરાજ સિંહના હાથમાં છે. જ્યારે પાકિસ્તાની ટીમનો કેપ્ટન યુનિસ ખાન છે.

આ ચેનલ પર લાઈવ મેચ જોઈ શકો છો

તમે ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઈનલ મેચ જોઈ શકો છો. ફાઈનલ મેચ સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 1 HD, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી પર ટેલિકાસ્ટ કરવામાં આવશે. મેચ રાત્રે 9 વાગ્યે શરૂ થશે. આ સિવાય જો તમે ઘરની બહાર હોવ અને મોબાઈલ પર આ મેચ જોવા માંગતા હોવ તો તમારે ફેનકોડ એપ પર મેચ જોઈ શકો છો. કારણ કે ડિજિટલ સ્ટ્રીમિંગ પાર્ટનર ફેનકોડ છે અને મેચ ત્યાં ટેલિકાસ્ટ કરવામાં આવશે.

બંને ટીમમાં છે વર્લ્ડ ક્લાસ ખેલાડીઓ 

ઈન્ડિયા ચેમ્પિયન અને પાકિસ્તાન ચેમ્પિયન બંને ટીમમાં એવા ખેલાડીઓ છે, જે એકલા હાથે મેચ બદલી શકે છે. ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ બંને ખેલાડીઓએ બોલ અને બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. રોબિન ઉથપ્પા અને હરભજન સિંહે પણ જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. હરભજન ટૂર્નામેન્ટમાં ઈન્ડિયા ચેમ્પિયન્સ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. બીજી તરફ પાકિસ્તાન ચેમ્પિયન માટે શોએબ મલિક, સોહેલ ખાન અને શાહિદ આફ્રિદીએ સારી બોલિંગ કરી છે.

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024 માટે બંને ટીમોની ટુકડીઓ

ઈન્ડિયા ચેમ્પિયન ટીમઃ રોબિન ઉથપ્પા, નમન ઓઝા (વિકેટકીપર), સુરેશ રૈના, અંબાતી રાયડુ, યુવરાજ સિંહ (કેપ્ટન), યુસુફ પઠાણ, ઈરફાન પઠાણ, પવન નેગી, હરભજન સિંહ, વિનય કુમાર, રાહુલ શુક્લા, ધવલ કુલકર્ણી, સૌરભ તિવારી, અનુરિત સિંઘ, રાહુલ શર્મા, ગુરકીરત સિંહ માન, આર.પી. સિંહ.

પાકિસ્તાન ચેમ્પિયન ટીમઃ કામરાન અકમલ (વિકેટકીપર), શરજીલ ખાન, સોહેબ મકસૂદ, શાહિદ આફ્રિદી, શોએબ મલિક, અબ્દુલ રઝાક, યુનિસ ખાન (કેપ્ટન), મિસ્બાહ-ઉલ હક, આમિર યામીન, વહાબ રિયાઝ, સોહેલ ખાન, સઈદ અજમલ, ઉમર અકમલ, તનવીર અહેમદ, સોહેલ તનવીર, યાસિર અરાફાત, મોહમ્મદ હાફીઝ, તૌફિક ઉમર.

આ સમાચાર શેર કરો