મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

 ટી-20 વર્લ્ડકપ: ભારત અને કેનેડા વચ્ચેની મેચ વરસાદમાં ધોવાઈ, સુપર-8માં આ ટીમ સાથે પહેલા ટકરાશે

ટી-20 વર્લ્ડકપમાં શનિવારે ભારત અને કેનેડા વચ્ચે ફ્લોરિડાના સ્ટેડિયમમાં મેચ રમાવાની હતી. જોકે, સતત વરસાદના કારણે

 ટી-20 વર્લ્ડકપ: ભારત અને કેનેડા વચ્ચેની મેચ વરસાદમાં ધોવાઈ, સુપર-8માં આ ટીમ સાથે પહેલા ટકરાશે

ટી-20 વર્લ્ડકપમાં શનિવારે ભારત અને કેનેડા વચ્ચે ફ્લોરિડાના સ્ટેડિયમમાં મેચ રમાવાની હતી. જોકે, સતત વરસાદના કારણે મેચ રદ્દ કરવામાં આવી છે. સુપર-8માં ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ અફઘાનિસ્તાન સામે રમશે.

ફ્લોરિડામાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધીમાં ભારત અને કેનેડાની મેચ સહિત કૂલ ત્રણ મેચ  ફ્લોરિડામાં રદ કરવામાં આવી છે. આવતીકાલે આ જ સ્ટેડિયમમાં પાકિસ્તાન-આયર્લેન્ડ મેચ રમાશે. જોકે, આ મેચમાં પણ વરસાદ વિલન બની શકે છે. 

સુપર-8માં આ ટીમનો થયો સમાવેશ 

ગ્રુપ-1: ભારત, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ/બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન
ગ્રુપ-2: અમેરિકા, ઈંગ્લેન્ડ/સ્કોટલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા

સુપર 8માં ભારતીય ટીમનો કાર્યક્રમ

20 જૂન- ભારત-અફઘાનિસ્તાન 
22 જૂન – ભારત- નેધરલેન્ડ/બાંગ્લાદેશ
24 જૂન – ભારત- ઓસ્ટ્રેલિયા

ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાં અજેય 

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાં અત્યાર સુધી અજેય રહ્યું છે. પહેલા આર્યલેન્ડ, પાકિસ્તાન અને ત્યારબાદ અમેરિકાને હરાવીને સુપર-8માં એન્ટ્રી કરી લીધી હતી. 

આ સમાચાર શેર કરો