મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs SA / કોલકાતા ટેસ્ટમાં ભારતનો દબદબો, બોલર્સ બાદ રાહુલ અને સુંદરે કમાન સંભાળી; પહેલા દિવસની રમત સમાપ્ત

કોલકાતા ટેસ્ટમાં પ્રથમ દિવસની રમતના અંતે, ભારતે એક વિકેટ ગુમાવીને 37 રન બનાવ્યા છે. કેએલ રાહુલ અને વોશિંગ્ટન સ

IND vs SA / કોલકાતા ટેસ્ટમાં ભારતનો દબદબો, બોલર્સ બાદ રાહુલ અને સુંદરે કમાન સંભાળી; પહેલા દિવસની રમત સમાપ્ત

કોલકાતા ટેસ્ટમાં પ્રથમ દિવસની રમતના અંતે, ભારતે એક વિકેટ ગુમાવીને 37 રન બનાવ્યા છે. કેએલ રાહુલ અને વોશિંગ્ટન સુંદરે ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી રહ્યા છે. ટીમ મેનેજમેન્ટે આશ્ચર્યજનક નિર્ણય લેતા સુંદરને નંબર 3 પર મોકલ્યો, જેણે અત્યાર સુધી સારી બેટિંગ કરી છે. રાહુલ સાથે તેની પાર્ટનરશિપ 19 રનની થઈ છે. તમને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકાની પ્રથમ ઈનિંગ 159 રન પર સમેટાઈ ગઈ હતી. ભારત હજુ પણ પ્રથમ ઈનિંગમાં 122 રનથી પાછળ છે.

સાઉથ આફ્રિકા 159 રન પર ઓલઆઉટ

એડન માર્કરામ અને રાયન રિકલ્ટને 57 રનની પાર્ટનરશિપ સાથે સાઉથ આફ્રિકાની ટીમને સ્થિર શરૂઆત અપાવી. જોકે, કેપ્ટન ટેમ્બા બાવુમા અને ટોની ડી જોર્ઝી સહિત અન્ય બેટ્સમેન નિષ્ફળ રહ્યા હતા. એક સમયે, સાઉથઆફ્રિકાએ 3 વિકેટ ગુમાવીને 114 રન બનાવ્યા હતા, પરંતુ આ પછી 45 રનમાં સાઉથ આફ્રિકાએ તેની બાકીની 7 વિકેટ ગુમાવી દીધી હતી.

જસપ્રીત બુમરાહે 5 વિકેટ લીધી

જસપ્રીત બુમરાહે 14 ઓવરમાં માત્ર 27 રન આપીને 5 વિકેટ લીધી. આ બુમરાહનો તેની ટેસ્ટ કારકિર્દીમાં 16મો પાંચ વિકેટ હોલ હતો. તેણે એડન માર્કરામ, રાયન રિકલ્ટન, ટોની ડી જોર્ઝી, સાઈમન હાર્મર અને કેશવ મહારાજને આઉટ કર્યા હતા. કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે ઈનિંગમાં 2-2 વિકેટ લીધી હતી. અક્ષર પટેલે પણ એક બેટ્સમેનને આઉટ કર્યો હતો.

પહેલા દિવસની રમતના અંતે, કેએલ રાહુલે 59 બોલમાં 13 રન અને ત્રીજા નંબર પર બેટિંગ કરી રહેલા વોશિંગ્ટન સુંદરે 38 બોલમાં 6 રન બનાવ્યા હતા. ટીમ ઇન્ડિયાએ યશસ્વી જયસ્વાલના રૂપમાં એક વિકેટ ગુમાવી હતી, જયસ્વાલે 27 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 12 રન બનાવ્યા હતા. આશ્ચર્યજનક વાત એ હતી કે ત્રીજા નંબર પર બેટિંગ કરી રહેલા સાઈ સુદર્શનને આ મેચમાં તક નથી આપવામાં આવી.

આ સમાચાર શેર કરો