IPL 2026 auction: થોડા સમયમાં આવી શકે છે KL રાહુલ અને KKRને લઈ મોટો નિર્ણય
15 નવેમ્બરના રોજ IPL 2026 માટે (IPL 2026 auction) ખેલાડીઓને રિટેન્શન કરવાની અંતિમ

15 નવેમ્બરના રોજ IPL 2026 માટે (IPL 2026 auction) ખેલાડીઓને રિટેન્શન કરવાની અંતિમ તારીખ છે. તેથી બધી દસ ફ્રેન્ચાઇઝીઓ તેમની આ યાદી નક્કી કરવા માટે મહત્વપૂર્ણ ચર્ચામાં છે. કોણ ટીમમાં રહેશે અને કોને રિલીઝ કરવામાં આવશે તે નક્કી કરતા પહેલા ટીમો ખેલાડીઓનું પ્રદર્શન, ફિટનેસની ચિંતા અને બજેટ બેલેન્સ જેવા પરિબળો પર વિચાર કરી રહી છે.
આ વચ્ચે મોટા સમાચાર છે કે, IPL હરાજી પહેલા છેલ્લી ઘડીએ KL રાહુલ KKRમાં જઈ શકે છે. છેલ્લી IPLની સિઝન સુધી તો KL રાહુલ દિલ્હી તરફથી રમતો જોવા મળ્યો છે, પણ હવે અહેવાલ છે કે KKR તેને ખરીદી શકે તેમ છે. હવે આવનારો સમય જ જણાવશે કે, KL રાહુલ કંઈ ટીમનો ખેલાડી બનશે.




