Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : South Africa got all out in just 159 runs in first inning of 1st test

IND vs SA / બુમરાહના પંજામાં ફસાયું સાઉથ આફ્રિકા, કુલદીપ-સિરાજ પણ ચમક્યા; 159માં સમેટાઈ ટીમ

Timeછેલ્લું અપડેટ : 14 Nov 2025
લાઇવ ટીવીGoogle News
IND vs SA / બુમરાહના પંજામાં ફસાયું સાઉથ આફ્રિકા, કુલદીપ-સિરાજ પણ ચમક્યા; 159માં સમેટાઈ ટીમ
સોર્સ : GSTV

કોલકાતા ટેસ્ટની પહેલી ઈનિંગમાં સાઉથ આફ્રિકા 159 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ભારતીય ટીમ માટે જસપ્રીત બુમરાહે સૌથી વધુ પાંચ વિકેટ લીધી. આ ઈડન ગાર્ડન્સ ખાતે પ્રથમ ઈનિંગમાં સાઉથ આફ્રિકાનો સૌથી ઓછો સ્કોર છે. અગાઉ, ઈડન ગાર્ડન્સ ખાતે પ્રથમ ઈનિંગમાં સાઉથ આફ્રિકાનો સૌથી ઓછો સ્કોર 222 હતો. કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે પણ ટીમ ઈન્ડિયા માટે બે વિકેટ લીધી હતી.

App Store

એડન માર્કરામ અને રાયન રિકલ્ટને 57 રનની ઓપનિંગ પાર્ટનરશિપ સાથે સાઉથ આફ્રિકાને સારી શરૂઆત અપાવી હતી. પરંતુ આ પછી વિકેટો પડવાની શરૂઆત થઈ. માર્કરામ 31 અને રિકલટન 23 રન બનાવીને આઉટ થયા. કેપ્ટન ટેમ્બા બાવુમા માત્ર ત્રણ રન બનાવીને આઉટ થયા. ટોની ડી જોર્ઝીએ પણ સારી શરૂઆત કરી, પરંતુ તેની ઈનિંગ 55 બોલમાં 24 રન બનાવીને સમાપ્ત થઈ.

ઈડન ગાર્ડન્સ ખાતે સૌથી ઓછો સ્કોર

ઈડન ગાર્ડન્સ ખાતે વિદેશી ટીમ દ્વારા પ્રથમ ઈનિંગમાં આ ત્રીજો સૌથી ઓછો સ્કોર છે. અહીં પ્રથમ ઈનિંગમાં સૌથી ઓછો સ્કોર બનાવવાનો રેકોર્ડ બાંગ્લાદેશનો છે, જે 2019માં ફક્ત 106 રનમાં ઓલઆઉટ થયું હતું. આ યાદીમાં બીજા નંબર પર પણ બાંગ્લાદેશ છે, જે 153 રનમાં ઓલઆઉટ થઈને ગઈ હતી. સાઉથ આફ્રિકા હવે 159ના સ્કોર સાથે યાદીમાં ત્રીજા સ્થાને છે.

જસપ્રીત બુમરાહનો પંજો

જસપ્રીત બુમરાહે આ ઈનિંગમાં 14 ઓવર ફેંકી હતી, જેમાં માત્ર 27 રનમાં 5 વિકેટ લીધી હતી. આ ઈનિંગ દરમિયાન તેણે 5 મેડન ઓવર પણ ફેંકી હતી. બુમરાહની કારકિર્દીનો આ 16મો 5 વિકેટ હોલ હતો. તે ઈશાંત શર્મા પછી ટેસ્ટ મેચના પહેલા દિવસે 5 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર પણ બન્યો હતો. ઈશાંતે 2019માં બાંગ્લાદેશ સામે આ જ મેદાન પર આ સિદ્ધિ મેળવી હતી. કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે 2-2 વિકેટ લીધી હતી, જ્યારે અક્ષર પટેલ પણ એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.