Video: IPL 2027 પહેલા હાર્દિક-અર્શદીપની ટ્રેડ ડીલ કન્ફર્મ

IPLની આગામી સિઝન માટે સૌથી મોટી ટ્રેડ ડીલ થવા જઈ રહી છે. હાર્દિક પંડ્યાના બદલામાં અર્શદીપ સિંહ મુંબઈ ઈન્ડિયન્સમાં આવશે. એવા અહેવાલ છે કે, મુંબઈ અને પંજાબે હાર્દિક-અર્શદીપે ટ્રેડનું મન બનાવી લીધું છે, તેની કાગળની કામગીરી પણ પૂરી થઈ ગઈ છે, અને હવે બસ BCCI તરફથી કન્ફર્મેશન આવવાનું બાકી છે. અહેવાલો અનુસાર મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ ફ્રેન્ચાઈઝીએ કાગળની કામગીરી પૂરી કરીને BCCIને સોંપી દીધી છે. હજુ એ પૂરી રીતે સ્પષ્ટ નથી કે, હાર્દિકના બદલામાં માત્ર અર્શદીપ જ મુંબઈ ઈન્ડિયન્સને જોઈન કરશે, કારણ કે એવા અહેવાલ છે કે, અર્શદીપની સાથે-સાથે ઓલરાઉન્ડર વિષ્ણુ વિનોદ પણ MI જોઈન કરી શકે છે. આ દરમિયાન એવા પણ અહેવાલો છે કે, ટ્રેડ ડીલ પર હાર્દિક અને અર્શદીપ, બંનેએ પોતાની સંમતિ પણ આપી દીધી છે.
જાહેરાત




