મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs NZ / ભારતીય ટીમે ટોસ જીતને પહેલા બોલિંગ પસંદ કરી, વૈભવ સૂર્યવંશીની વાપસી થઈ

IND vs NZ / ભારતીય ટીમે ટોસ જીતને પહેલા બોલિંગ પસંદ કરી, વૈભવ સૂર્યવંશીની વાપસી થઈ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 5 મેચની T20I સિરીઝ ચાલી રહી છે. જેની બીજી મેચ ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલ ખાતે રમાઈ રહી છે, જ્યાં ટીમ ઈન્ડિયાએ સિરીઝની પહેલી મેચ જીતી હતી. આજની મેચમાં ભારતના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં ઈજાગ્રસ્ત ઈશાન કિશનની જગ્યાએ વૈભવ સૂર્યવંશીને રમવાની તક મળી છે. આ સિવાય પ્રિન્સ યાદવની પ્લેઈંગ ઈલેવનમાં વાપસી થઈ છે.

ભારત આજની મેચ જીતીને સિરીઝમાં પોતાની લીડ બમણી કરવા માટે પ્રયાસકરશે. જોકે, બીજી મેચ જીતવી ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલ બનશે, કારણ કે ન્યુઝીલેન્ડ પહેલી મેચ હાર્યા બાદ જીત સાથે વાપસી કરવા માંગશે.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ભારત: અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), વૈભવ સૂર્યવંશી, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, નમન ધીર, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ.

ન્યુઝીલેન્ડ: ફિન એલન, ટિમ સાઈફર્ટ (વિકેટકીપર), ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, બેવન જેકોબ્સ, માઈકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), નાથન સ્મિથ, જેકબ ડફી, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન.

આ સમાચાર શેર કરો