IND VS NZ: ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનું ખરાબ પ્રદર્શન, નોંધાયા આ શરમજનક રેકોર્ડ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમનું હોમ ગ્રાઉન્ડ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમનું હોમ ગ્રાઉન્ડ પર ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો લીધેલો નિર્ણય ખૂબજ ખરાબ સાબિત થયો હતો. ભારતીય ટીમ માત્ર 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના કારણે ટીમ ઈન્ડિયાના નામે ટેસ્ટ ક્રિકેટનો શરમજનક રેકોર્ડ જોડાઈ ગયો છે.
હોમ ગ્રાઉન્ડ પર સૌથી ખરાબ પ્રદર્શન
બેંગલુરુ ટેસ્ટ મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે તેનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે. પ્રથમ બેટિંગ કરતા તે માત્ર 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જે ભારતીય ટીમનું હોમ ગ્રાઉન્ડ પર સૌથી ખરાબ પ્રદર્શન છે.
એક દાવમાં 5 બેટ્સમેન શૂન્ય પર આઉટ
ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમનો કોઈ બેટ્સમેન ટકી શક્યો નહોતો. એક જ ઇનિંગમાં ભારતીય ટીમના પાંચ ખેલાડીઓ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા નહોતા. શૂન્ય પર આઉટ થયેલા બેટ્સમેનોની વાત કરીએ તો તેમાં વિરાટ કોહલી, સરફરાઝ ખાન, કેએલ રાહુલ, જાડેજા અને અશ્વિન જેવા મોટા નામ સામેલ છે.
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આવું બીજી વખત બન્યું જ્યારે ટોપ 8 બેટ્સમેનમાંથી 5 શૂન્ય પર આઉટ થયા હોય. અગાઉ 1988માં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની માન્ચેસ્ટર ટેસ્ટમાં પણ આવું કારનામું થયું હતું. એશિયન ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું, જ્યારે કોઈ ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હોય અને 50 રનની અંદર દાવ સમેટાઈ ગયો હોય.
ભારતમાં ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઓછો સ્કોર
ભારત 46 રનમાં ઓલઆઉટ - ન્યુઝીલેન્ડ, બેંગલુરુ, 2024
ન્યુઝીલેન્ડ 62 રનમાં ઓલઆઉટ – ભારત, મુંબઈ, 2021
ભારત 75 રનમાં ઓલઆઉટ – વેસ્ટ ઈન્ડિઝ, દિલ્હી, 1987
એશિયા ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં એક દાવમાં સૌથી ઓછા રન બનાવનારી ટીમ
ભારત 46 વિ ન્યુઝીલેન્ડ, બેંગલુરુ, 2024
વેસ્ટ ઈન્ડિઝ 53 વિ પાકિસ્તાન, ફૈસલાબાદ, 1986
પાકિસ્તાન 59 વિ ઓસ્ટ્રેલિયા, શારજાહ, 2002
ભારતીય મેદાન પર કોઈપણ આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી ઓછો સ્કોર
46- ભારત વિ ન્યુઝીલેન્ડ, 2024 (ટેસ્ટ)
55 – શ્રીલંકા વિ. ભારત, 2023 (વનડે)
62- ન્યુઝીલેન્ડ વિ ભારત, 2021 (ટેસ્ટ)
રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં એવો બીજો કેપ્ટન બન્યો કે જેણે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું અને ટીમ 50 રનની અંદર દાવ પૂરો થઈ ગયો. અગાઉ 1946માં ન્યૂઝીલેન્ડના કેપ્ટન વોલ્ટર હેડલીએ ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું અને તેની ટીમ માત્ર 50 રનની અંદર દાવ સમેટાઈ ગયો હતો.
ટીમ ઈન્ડિયા સાથે ટેસ્ટ ક્રિકેટમાં ચોથી વખત આવું બન્યું છે, જ્યારે 11માંથી 9 બેટ્સમેન સિંગલ ડિજિટમાં આઉટ થઈ ગયા હતા.
9 બેટ્સમેન વિ ન્યુઝીલેન્ડ, મુંબઈ, 1965
9 બેટ્સમેન વિ દક્ષિણ આફ્રિકા, અમદાવાદ, 2008
9 બેટ્સમેન વિરુદ્ધ ઈંગ્લેન્ડ, મુંબઈ, 2012
9 બેટ્સમેન વિ ન્યુઝીલેન્ડ, બેંગલુરુ, 2024








