મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

વિરાટ કોહલી IPL ઓક્શનમાં  ઉતર્યો તો 30 કરોડથી પણ વધુમાં વેચાશે, જાણો કોને કર્યો દાવો

દેશભરમાં ધૂમ મચાવતી IPLની આગામી સિઝન પહેલા મેગા ઓક્શન યોજવાનું છે. આ વખતે ઈન્

વિરાટ કોહલી IPL ઓક્શનમાં  ઉતર્યો તો 30 કરોડથી પણ વધુમાં વેચાશે, જાણો કોને કર્યો દાવો

દેશભરમાં ધૂમ મચાવતી IPLની આગામી સિઝન પહેલા મેગા ઓક્શન યોજવાનું છે. આ વખતે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ઘણી વખત હરાજી કરાવી ચૂકેલા ફેમસ ઓક્શનીયર હ્યુજ એડમીડ્સે ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીને લઈને મોટો દાવો કર્યો છે. હ્યુ એડમીડ્સે કહ્યું છે કે, જો IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે RCB તરફથી રમનાર વિરાટ કોહલી હરાજીમાં આવશે તો તેને સરળતાથી 30 કરોડ રૂપિયાથી વધુ મળી શકે છે. વિરાટ કોહલી તેની કારકિર્દીની શરૂઆતથી જ આઈપીએલમાં આરસીબી તરફથી રમી રહ્યો છે અને આરસીબી તેને રિટેઈન કરતી રહી છે.

વિરાટ કોહલીએ આજ સુધી હરાજીમાં ભાગ લીધો નથી. IPL 2008માં RCB દ્વારા U19 ડ્રાફ્ટમાંથી પસંદ કરવામાં આવ્યો ત્યારથી તેની સાથે જોડાયેલો રહ્યો છે. ફ્રેન્ચાઇઝી તેને રિટેઈન કરી રહી છે. જણાવી દઈએ કે આઈપીએલની 17 સિઝનમાં એક પણ ટાઇટલ જીતવામાં RCB સફળ રહી નથી, પરંતુ તેમ છતાં ટીમે વિરાટ કોહલી પર વિશ્વાસ જાળવી રાખ્યો છે. આરસીબી કોઈપણ ખેલાડીને જાળવી રાખે કે ન રાખે, પરંતુ વિરાટને જાળવી રાખ્યો છે. IPL 2025ની મેગા ઓક્શન પહેલા પણ RCB વિરાટને જાળવી રાખશે.

આઈપીએલના ઓક્શનર હ્યુ એડમીડ્સે કહ્યું છે કે જો વિરાટ કોહલી હરાજીમાં આવશે તો તેને સરળતાથી 30 કરોડ રૂપિયાથી વધુ મળી શકે છે. તેણે કહ્યું, વિરાટ કોહલીને હરાજીમાં રજૂ કરવો એ સૌથી મોટું સન્માન હશે. કિંમતના આધારે, મને લાગે છે કે તે 30 કરોડ રૂપિયાથી વધુ મેળવશે.

જણાવી દઈએ કે, વિરાટ કોહલી હાલમાં IPLના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. લીગના ઈતિહાસમાં 8000 રન બનાવનાર તે પ્રથમ બેટ્સમેન છે. વિરાટે 38.67 એવરેજ અને 132ની સ્ટ્રાઈક રેટથી 8004 રન બનાવ્યા છે. વિરાટે આ ટૂર્નામેન્ટમાં 7 સદી અને 55 અડધી સદી ફટકારી છે.

આ સમાચાર શેર કરો