ICC ચેમ્પિયન્સ ટ્રોફી પર મોટું અપડેટ, પાકિસ્તાનને ઝટકો; હાઇબ્રિડ મૉડલથી રમાશે આ ટૂર્નામેન્ટ
ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 મામલે મોટી જાણકારી સામે આવી છે. આ ટૂર્નામેન્ટ હ

ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 મામલે મોટી જાણકારી સામે આવી છે. આ ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મૉડલ હેઠળ જ રમાશે. ટીમ ઇન્ડિયા પોતાની તમામ મેચ ન્યૂટ્રલ વેન્યુ પર રમાશે. જોકે, હજુ સુધી ICCએ ચેમ્પિયન્સ ટ્રોફીનો કાર્યક્રમ જાહેર કર્યો નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટૂર્નામેન્ટ માટે ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કર્યો હતો. BCCIની વાત માનતા ICCએ હાઇબ્રિડ મૉડલ પર મોહર લગાવી દીધી છે.
ICCએ ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને પોતાની વેબસાઇટ પર જાણકારી શેર કરી છે. ICCએ જણાવ્યું કે પાકિસ્તાનની મેચ 2024થી 2027ની સાઇકલમાં હાઇબ્રિડ મોડલ સાથે જ રમાશે.
ICCએ ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને પોતાની વેબસાઇટ પર જાણકારી શેર કરી છે. ICCએ જણાવ્યું કે પાકિસ્તાનની મેચ 2024થી 2027ની સાઇકલમાં હાઇબ્રિડ મોડલ સાથે જ રમાશે.આ બન્ને ટીમ પોતાની મેચ ન્યૂટ્રલ વેન્યૂ પર જ રમશે. આ નિયમ આગામી ICC ટૂર્નામેન્ટ્સ પર પણ લાગુ થશે. હવે ICC જલદી ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો કાર્યક્રમ પણ શેર કરશે. ટૂર્નામેન્ટનું આયોજન આવતા વર્ષે ફેબ્રુઆરી અને માર્ચમાં થવાનું છે.
ચેમ્પિયન્સ ટ્રોફી સાથે હાઇબ્રિડ મૉડલથી રમાશે આ ટૂર્નામેન્ટ
ICCએ જણાવ્યું કે ચેમ્પિયન્સ ટ્રોફીની સાથે સાથે અન્ય ટૂર્નામેન્ટ પણ છે જે હાઇબ્રિડ મૉડલથી યોજાશે. વીમેન્સ વર્લ્ડકપ 2025 પણ આ મોડલથી જ યોજાશે, જેનું આયોજન ભાજપમાં થવાનું છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમ હવે ભારત રમવા માટે નહીં આવે. મેન્સ ટી-20 વર્લ્ડકપ 2026નું આયોજન ભારત અને શ્રીલંકામાં થવાનું છે. આ ટૂર્નામેન્ટ પણ હાઇબ્રિડ મૉડલથી યોજાશે.
આ પણ વાંચો: ભારતીય ટીમ WTC ફાઇનલમાં કેવી રીતે પહોંચશે? અહી જાણો આ છેલ્લી 2 મેચનું સંપૂર્ણ સમીકરણ
પાકિસ્તાન માટે પણ સારા સમાચાર
ICCએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને એક સારા સમાચાર આપ્યા છે. વીમેન્સ ટી-20 વર્લ્ડકપ 2028નું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે પરંતુ આ ટૂર્નામેન્ટ પણ હાઇબ્રિડ મૉડલ સાથે યોજાશે. ટીમ ઇન્ડિયા પોતાની મેચ પાકિસ્તાનમાં નહીં રમે. પાકિસ્તાનને હોસ્ટિંગ રાઇટ્સ આપવામાં આવ્યા છે.








