મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

Paralympics 2024: IAS ઓફિસર સુહાસે બેડમિન્ટનમાં જીત્યો સિલ્વર મેડલ

પેરિસ પેરાલિમ્પિકમાં ભારતના ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. સુહાસ યતિરાજે બેડમિન્ટનમાંસિલ્વર મેડલ જીત્યો

Paralympics 2024: IAS ઓફિસર સુહાસે બેડમિન્ટનમાં જીત્યો સિલ્વર મેડલ

પેરિસ પેરાલિમ્પિકમાં ભારતના ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. સુહાસ યતિરાજે બેડમિન્ટનમાંસિલ્વર મેડલ જીત્યો છે. પુરૂષ સિંગલ્સ SL4 કેટેગરીની ફાઇનલમાં ફ્રાન્સના લુકાસ મઝુર સામે 21-9, 21-13થી યતિરાજને હારનો સામનો કરવો પડ્યો હતો. 

ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 12 મેડલ

ભારતે પેરિસ પેરાલિમ્પિકમાં અત્યાર સુધીમાં 2 ગોલ્ડ, 5 સિલ્વર અને 5 બ્રોન્ઝ જીત્યા છે. નોંધનીય છે કે, ભારતનો આ એકંદરે 12મો અને બેડમિન્ટનમાં  ચોથો મેડલ છે. 

કોણ છે સુહાસ યતિરાજ?

ઉત્તર પ્રદેશ કેડરના આ IAS અધિકારીનો જન્મ કર્નાટકના શિગોમામાં થયો હતો. તેઓ જન્મથી જ વિકલાંગ (પગની સમસ્યા) છે. સુહાસને નાનપણથી જ રમતગમત પ્રત્યે રૂચી હતી. જેમાં તેમને પિતા અને પરિવાર સહયોગ પણ મળ્યો હતો. 

બેડમિન્ટન રમવાની શરૂઆત કેવી રીતે થઈ?

પહેલા સુહાસ બેડમિન્ટન તેમના શોખ માટે અને ઓફિસનો થાક ઉતારવા માટે રમતા હતા. ધીરે ધીરે તેઓ તેમનો શોખમાં આગળ વધતા ગયા અને સ્પર્ધાઓમાં મેડલ જીતતા ગયા. ત્યારબાદ તેમણે બેડમિન્ટન પ્રોફેશનલ રમવાનું શરુ કર્યું હતું.

આ સમાચાર શેર કરો