હૈદરાબાદ હેનરિક ક્લાસેનને 23 કરોડમાં કરશે રિટેન!, ભારતના યુવા ખેલાડી પર થશે પૈસાનો વરસાદ
ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025 મેગા ઓક્શન પહેલા તમામ ટીમોએ 31 ઓક્ટોબર સુધીમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025 મેગા ઓક્શન પહેલા તમામ ટીમોએ 31 ઓક્ટોબર સુધીમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ(BCCI)ને પોત પોતાની રિટેન્શન લિસ્ટ સોંપવાની છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે સનરાઈઝ હૈદરાબાદની રીટેન્શન લિસ્ટને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. હેનરિક ક્લાસેનને રિટેન કરવા માટે હૈદરાબાદ 23 કરોડ ખર્ચી શકે છે. નોંધનીય છે કે, ક્લાસને ગત સિઝનમાં 16 મેચમાં 479 રન બનાવ્યા હતા.
સનરાઇઝર્સ હૈદરાબાદ દક્ષિણ આફ્રિકાના ખેલાડી હેનરિક ક્લાસેનને 23 કરોડ રૂપિયામાં ખરીદી શકે છે. જો આમ થશે તો તે IPL ઈતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બની જશે. હાલમાં મિચેલ સ્ટાર્ક સૌથી મોંઘો ખેલાડી છે, 2024ની હરાજીમાં કોલકાતા નાઈડ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી.
કમિન્સને 18 કરોડ રૂપિયામાં કરી શકે છે રિટેન
પેટ કમિન્સને 2024ની હરાજીમાં સનરાઇઝર્સ હૈદરાબાદે 20.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની કેપ્ટન્સીમાં હૈદરાબાદ IPL 2024ની ફાઇનલમાં પહોંચ્યું હતું. પરંતુ હવે તેને 18 કરોડ રૂપિયામાં રિટેન કરી શકે છે.
અભિષેક શર્માને 14 કરોડના સ્લોટમાં કરી શકે છે રિટેન
અભિષેક શર્માને 14 કરોડના સ્લોટમાં રિટેન કરી શકે છે. અભિષેકે IPL 2024માં 16 મેચમાં 484 રન બનાવ્યા હતા. એટલું જ નહીં ગત સિઝનમાં સૌથી વધુ સિક્સ મારનાર ખેલાડી પણ હતો. તેણે IPL 2024માં કુલ 36 સિક્સર ફટકારી હતી. IPL 2024માં રમવા બદલ અભિષેકને 6.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. બાકીના ખેલાડીઓને રિટેન કરવા અંગે SRHએ હજુ સુધી કોઈ અપડેટ આપ્યું નથી.








