રાજસ્થાનની હારથી RCBને થઈ શકે છે નુકસાન, બદલાઈ ગયા પ્લેઓફમાં પહોંચવાના સમીકરણો
IPL 2024ની 56મી મેચમાં રાજસ્થાન રોયલ્સનો દિલ્હી કેપિટલ્સ સામે પરાજય થયો હતો. રાજસ્થાનની આ હારથી ટીમ

IPL 2024ની 56મી મેચમાં રાજસ્થાન રોયલ્સનો દિલ્હી કેપિટલ્સ સામે પરાજય થયો હતો. રાજસ્થાનની આ હારથી ટીમને બહુ ફરક પડ્યો ન હોત, કારણ કે ટીમ 16 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે અને તેને ક્વોલિફાઈ થવા માટે માત્ર એક જ જીતની જરૂર છે. પરંતુ રાજસ્થાનની આ હાર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને મોટું નુકસાન પહોંચાડી શકે છે. રાજસ્થાન સામેની મેચ જીતીને દિલ્હીએ 12 પોઈન્ટ હાંસલ કર્યા હતા, જે RCB માટે ખતરાની ઘંટડી સમાન છે.
દિલ્હીની હાર બેંગલુરુ માટે ફાયદાકારક બની શકી હોત, પરંતુ એવું થયું નહીં. હવે અહીંથી પોઈન્ટ ટેબલમાં ટોપ-3માં રહેલી કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાની મેચ જીતવી પડશે, જેનાથી RCB માટે પ્લેઓફનો રસ્તો સાફ થઈ જશે.
ટોપ 3 ટીમોની જીત ઉપરાંત, RCBએ એવી પણ આશા રાખવી પડશે કે સનરાઈઝર્સ હૈદરાબાદ, દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ આ ટીમો 14 પોઈન્ટથી આગળ વધી શકશે નહીં. હૈદરાબાદ, દિલ્હી અને લખનૌના 12-12 પોઈન્ટ છે. આવી સ્થિતિમાં, ત્રણેય ટીમોએ બાકીની મેચોમાં 1થી વધુ જીત નોંધાવવી જોઈએ નહીં. હૈદરાબાદ અને લખનૌને હજુ 3-3 મેચ રમવાની છે અને દિલ્હીએ 2 મેચ રમવાની છે.
આ તમામ સમીકરણો વચ્ચે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ બાકીની ત્રણેય મેચ જીતવી પડશે. જો RCB બાકીની ત્રણ મેચમાંથી એક પણ હારી જાય છે તો તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે તે નિશ્ચિત છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે RCB ટોપ-4માં જગ્યા બનાવીને પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહે છે કે નહીં.
તમને જણાવી દઈએ કે RCB સિઝનમાં અત્યાર સુધી 11 મેચ રમી છે, જેમાં તેણે 4માં જીત અને 7માં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ 8 પોઈન્ટ અને -0.049ના નેટ રનરેટ સાથે પોઈન્ટ્સ ટેબલ પર સાતમા સ્થાને છે.








