મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

91 વર્ષમાં પહેલીવાર બની આવી ઘટના, અફઘાનિસ્તાન વિ ન્યુઝીલેન્ડ ટેસ્ટ રદ છતાં રચાયો ઈતિહાસ

અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની એકમાત્ર ટેસ્ટ મેચ સત્તાવાર રીતે રદ કરવામાં આવી છે. એક

91 વર્ષમાં પહેલીવાર બની આવી ઘટના, અફઘાનિસ્તાન વિ ન્યુઝીલેન્ડ ટેસ્ટ રદ છતાં રચાયો ઈતિહાસ

અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની એકમાત્ર ટેસ્ટ મેચ સત્તાવાર રીતે રદ કરવામાં આવી છે. એક પણ બોલ ફેંકાયા વિના આ મેચને રદ કરવામાં આવી હતી. ભારે વરસાદ અને ભીના મેદાનને કારણે બંને કેપ્ટન ટોસ માટે ફિલ્ડ પણ લઈ શક્યા ન હતા. જ્યારે કોઈ બોલ ફેંક્યા વિના ટેસ્ટ મેચ રદ થઈ હોય એવી  ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ માત્ર 8મી ઘટના છે. 21મી સદીમાં આવું પહેલીવાર બન્યું છે. 

અફઘાનિસ્તાન વિ ન્યુઝીલેન્ડ ટેસ્ટ રદ્દ થવાને કારણે વધુ એક રેકોર્ડ પણ સર્જાયો હતો. ટેસ્ટ ક્રિકેટના 91 વર્ષના ઈતિહાસમાં એશિયામાં આવી પહેલી મેચ છે જેમાં એકપણ બોલ ફેંક્યા વિના રદ કરવામાં આવી હોય. અત્યાર સુધી રદ કરાયેલી 7 ટેસ્ટ એશિયાની બહારની હતી.

એકપણ બોલ ફેંક્યા વિના રદ થયેલી મેચોની યાદીમાં ન્યૂઝીલેન્ડની આ સતત બીજી મેચ છે. અફઘાનિસ્તાન અગાઉ કિવી ટીમે 1998માં ભારત સામે ડ્રેસિંગ રૂમમાં 5 દિવસ વિતાવ્યા હતા. 

ટેસ્ટ ઈતિહાસની એવી 7 મેચ

ટેસ્ટ નંબર: 34 - ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડ, ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર, આ ટેસ્ટ ઈતિહાસની પહેલી મેચ હતી જે વરસાદને કારણે રદ થઈ હતી. આ મેચમાં ટોસ પણ થયો ન હતો.

ટેસ્ટ નંબર 264 ઓસ્ટ્રેલિયા વિ ઈંગ્લેન્ડ, ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર ખાતે યોજાવાની હતી. આ મેચ પણ વરસાદમાં ધોવાઈ હતી. ટોસ પણ ન થયો. 

ટેસ્ટ નંબર: 675 જે ઓસ્ટ્રેલિયા વિ ઈંગ્લેન્ડ, મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાવાની હતી. આ મેચમાં ટોસ થયા બાદ ખેલાડીઓ મેદાનમાં પ્રવેશી રહ્યા હતા ત્યારે વરસાદ શરૂ થયો હતો. એમસીસી મેનેજર, ઓસ્ટ્રેલિયન બોર્ડ અને એમસીસીના 2 અધિકારીઓ વચ્ચે ચર્ચા થયા બાદ મર્યાદિત ઓવરની મેચ રમાઈ. એ પછી તેને પહેલી વન ડે મેચ ગણવામાં આવી.  

ટેસ્ટ નંબર: 1113  ન્યૂઝીલેન્ડ વિ પાકિસ્તાન, કેરિસબ્રુક, ડ્યુનેડિન ખાતે યોજાવાની હતી. પરંતુ ભારે વરસાદને કારણે 3 ફેબ્રુઆરી 1989ના રોજ મેચ રદ કરવામાં આવી હતી. એ પછી એવું નક્કી થયું કે 6 ફેબ્રુઆરી 1989ના રોજ એક વન ડે મેચ રમાશે અને આ વન ડે નિર્ધારિત પ્રમાણે રમાઈ હતી.

ટેસ્ટ નંબર: 1140 – ઈંગ્લેન્ડ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, બોર્ડેક્સ, જ્યોર્જટાઉન, ગયાના ખાતે યોજાનાર મેચ પણ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આ મેચના 5માં દિવસે એક વન ડે મેચ રમાઈ હતી.

ટેસ્ટ નંબર: 1434 પાકિસ્તાન વિ ઝિમ્બાબ્વે, ઈકબાલ સ્ટેડિયમ, ફૈસલાબાદમાં યોજાનાર મેચ ટેસ્ટ ટોસ વિના રદ્દ કરવામાં આવી હતી.

ટેસ્ટ નંબર: 1434 બી – ન્યુઝીલેન્ડ વિ ભારત, કેરીસબ્રુક, ડ્યુનેડિન મેચ ત્રીજા દિવસે રદ કરાઈ હતી. ચોથા દિવસે બિનસત્તાવાર વન-ડે મેચ રમાશે તેવો નિર્ણય લેવાયો હતો. 

 ટેસ્ટ નંબર: 2549- અફઘાનિસ્તાન વિ ન્યુઝીલેન્ડ, ગ્રેટર નોઈડાની આ મેચ વરસાદને કારણે એક બોલ ફેંક્યા વિના રદ કરવામાં આવી હતી. આ મેચમાં પણ ટોસ થયો ન હતો.

આ સમાચાર શેર કરો