મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs NZ / ન્યુઝીલેન્ડને લાગ્યો પાંચમો ઝટકો, વરુણ ચક્રવર્તીએ ગ્લેન ફિલિપ્સને કર્યો બોલ્ડ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમા

IND vs NZ / ન્યુઝીલેન્ડને લાગ્યો પાંચમો ઝટકો, વરુણ ચક્રવર્તીએ ગ્લેન ફિલિપ્સને કર્યો બોલ્ડ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ન્યુઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 4 મેચ રમી છે અને ચારેયમાં જીત મેળવી છે. જ્યારે ન્યુઝીલેન્ડે  ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 4 મેચમાંથી 3 જીતી છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ હારનો સામનો ભારત સામેની મેચમાં જ થયો હતો. ભારતે સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવીને ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. જ્યારે ન્યુઝીલેન્ડે બીજી સેમીફાઈનલમાં સાઉથ આફ્રિકાને 50 રનથી હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી.

પાવરપ્લે બાદ ભારતની વાપસી

પહેલ બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમની શરૂઆત ખૂબ જ શાનદાર થઈ હતી. કિવી ઓપનર્સ વિલ યંગ અને રચિન રવિન્દ્રએ થોડા સમય માટે બેકફૂટ પર ધકેલ્યું હતું, પરંતુ ભારતના મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ મેચમાં ભારતની વાપસી કરાવી. વરુણે તેની બીજી જ ઓવરમાં વિલ યંગને આઉટ કરીને ભારતને પહેલી સફળતા અપાવી હતી અને બંને ઓપનર્સની 57 રનની પાર્ટનરશિપ તોડી હતી.

આ પછી કુલદીપ યાદવે એક પછી એક ઓવરમાં રચિન રવિન્દ્ર અને કેન વિલિયમસનની વિકેટ લઈને ભારતને સારી સ્થિતિમાં લાવી દીધું છે. રચિન રવિન્દ્ર 37 રનમાં અને કેન વિલિયમસન 11 રનમાં પવેલિયન પરત ફર્યા હતા. 

ન્યુઝીલેન્ડે ચોથી વિકેટ ગુમાવી

એક પછી એક વિકેટ પડ્યા બાદ ન્યુઝીલેન્ડની ઈનિંગ ઘણી ધીમી પડી ગઈ છે. ન્યુઝીલેન્ડે 24મી ઓવરમાં 108 રનના કુલ સ્કોર પર પોતાની ચોથી વિકેટ ગુમાવી દીધી છે. રવિન્દ્ર જાડેજાએ ટોમ લેથમને LBW આઉટ કર્યો. તે 30 બોલમાં 14 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો.

ગ્લેન ફિલિપ્સ પવેલિયન પરત ફર્યો

વરુણ ચક્રવર્તીએ ડેરિલ મિશેલ અને ગ્લેન ફિલિપ્સ વચ્ચેની પાર્ટનરશિપ તોડી છે. વરુણે ફિલિપ્સને બોલ્ડ આઉટ કર્યો. તે 52 બોલમાં 34 રન બનાવીને આઉટ થયો હતો. ન્યુઝીલેન્ડે 38મી ઓવરમાં 165 રનમાં પોતાની પાંચમી વિકેટ ગુમાવી.

આ સમાચાર શેર કરો