સાઉથ આફ્રિકા સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયા માટે આવ્યા સારા સમાચાર, શ્રેયસ અય્યરે શરૂ કરી ટ્રેનિંગ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઘાયલ થયેલા શ્રેયસ અય્યરે ફરીથી ટ્રેનિંગ શરૂ કરી દીધી છે, જેની જાણકારી

ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઘાયલ થયેલા શ્રેયસ અય્યરે ફરીથી ટ્રેનિંગ શરૂ કરી દીધી છે, જેની જાણકારી તેણે પોતે આપી છે. જોકે તે સાઉથ આફ્રિકા સામેની ODI સિરીઝનો ભાગ નહીં હોય, પરંતુ સિરીઝ શરૂ થાય તે પહેલા ટીમ ઈન્ડિયા માટે આ ખૂબ જ સારા સમાચાર છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્પિન એક્સરસાઇઝ બાઈક પરનો પોતાનો એક ફોટો શેર કર્યો છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસની ત્રીજી ODIમાં કેચ ઝડપતી વખતે શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત થયો હતો. તે જમીન પર પડતાની સાથે જ પીડાથી કણસવા લાગ્યો હતો. તેને પાંસળીમાં ઈજા થઈ હતી. શરૂઆતમાં, તે નાની ઈજા હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ સ્કેનમાં આંતરિક રક્તસ્ત્રાવ જોવા મળ્યો હતો. સિડનીમાં તેની સર્જરી થઈ, ત્યારબાદ તે મુંબઈ પરત ફર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું હતું કે IPL 2026 તેનું સંપૂર્ણપણે સ્વસ્થ થવું મુશ્કેલ છે. દરમિયાન, તેણે પોતે જ તેની રિકવરી અંગે એક મોટું અપડેટ આપ્યું.
શ્રેયસ અય્યરે ફોટો શેર કર્યો
અય્યરે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તે સ્પિન એક્સરસાઇઝ બાઈક પર બેઠો છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે તેણે હળવી કસરત શરૂ કરી છે. થોડા દિવસ પહેલા તે પંજાબ કિંગ્સની માલિક પ્રીતિ ઝિન્ટા સાથે એક પાર્ટીમાં પણ જોવા મળ્યો હતો.
શ્રેયસ અય્યર ક્યારે પાછો ફરશે?
અય્યર સાઉથ આફ્રિકા સામેની ODI સિરીઝ મિસ કરશે. જ્યારે કેપ્ટન શુભમન ગિલની ODI સિરીઝમાં નહીં રમે. ગિલ સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં ઘાયલ થયો હતો. ભારત જાન્યુઆરીમાં ન્યુઝીલેન્ડ સામે ODI સિરીઝ રમશે અને અય્યરનું તેમાં પણ રમવું અશક્ય લાગી રહ્યું છે.
અહેવાલો અનુસાર, શ્રેયસ અય્યરડોકટરોની પરવાનગી મળ્યા પછી જ રિહેબ શરૂ કરી શકશે. હવે, અય્યરે શેર કરેલો ફોટો ટીમ ઈન્ડિયા અને પંજાબ કિંગ્સ બંનેના ફેન્સને ખુશ કરશે.








