મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ટીમ ઈન્ડિયાના નવા કોચ બનશે ગૌતમ ગંભીર?, BCCIએ કર્યો સંપર્ક

ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ(BCCI)એ ભારતીય ટીમના આગામી નવા મુખ્ય કોચ બનવા માટે ગૌતમ ગંભીરનો સંપર્ક કર્

ટીમ ઈન્ડિયાના નવા કોચ બનશે ગૌતમ ગંભીર?, BCCIએ કર્યો સંપર્ક

ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ(BCCI)એ ભારતીય ટીમના આગામી નવા મુખ્ય કોચ બનવા માટે ગૌતમ ગંભીરનો સંપર્ક કર્યો છે. બીસીસીઆઈએ 27મી મે સુધી અરજીઓ મંગાવી છે. આઈપીએલની ફાઈનલ મેચ 26મી મેના રોજ રમાવાની છે. નોંધનીય છે કે, જૂનમાં T-20 વર્લ્ડકપ પછી રાહુલ દ્રવિડનો કરાર સમાપ્ત થવાનો છે. 

27મી મે સુધીમાં અરજી કરવાની રહેશે

બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચના પદ માટે  અરજી મંગાવી છે. ઉમેદવારો 27મી મેના રોજ સાંજે 6 વાગ્યા સુધી અરજી કરી શકશે.


ગંભીરને કોચિંગનો અનુભવ નથી

42 વર્ષીય ગંભીરને આંતરરાષ્ટ્રીય કે ડોમેસ્ટિક સ્તરે કોચિંગનો કોઈ અનુભવ નથી. IPL ફ્રેન્ચાઈઝીમાં કોચિંગ સ્ટાફની જવાબદારી સંભાળી ચુક્યો છે. IPL 2022 અને 2023માં લખનઉ સુપર જાયન્ટ્સનો મેન્ટર હતો. 2024માં KKR ટીમ સાથે જોડાયો અને ટીમે પ્લેઓફમાં ક્વોલિફાય પણ કરી લીધી છે.

2011માં વન-ડે વર્લ્ડકપ જીતવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી

ગૌતમ ગંભીર 2007માં ટી-20 વર્લ્ડકપ અને 2011માં વન-ડે વર્લ્ડકપ જીતવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આઈપીએલમાં ગંભીરે 2011 થી 2017 સુધી કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમની કમાન સંભાળી હતી. 2012 અને 2014માં ટીમને ચેમ્પિયન બનાવી હતી. હાલ ગંભીર કોલકાતા ટીમનો મેન્ટર છે. પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. 

આ સમાચાર શેર કરો