ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમના આગામી મુખ્ય કોચ બનવા માટે તૈયાર!
સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે ગૌતમ ગંભીર સિનિયર નેશનલ ક્રિકેટ મેન્સ ટીમના

સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે ગૌતમ ગંભીર સિનિયર નેશનલ ક્રિકેટ મેન્સ ટીમના મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડની જગ્યા લેવા માટે તૈયાર છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ-વિજેતા માર્ગદર્શક ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડનું સ્થાન લેવા માટે તૈયાર છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટોચના પદ માટે અરજીઓ આમંત્રિત કરી છે, જ્યારે દ્રવિડનો કાર્યકાળ જૂનમાં સમાપ્ત થવાનો છે. મુખ્ય કોચની ભૂમિકા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27 મે હતી.
આઈપીએલ 2024 સીઝનના બીજા ભાગમાં ગૌતમ ગંભીરના મુખ્ય કોચની ભૂમિકા નિભાવવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જો કે, નાઈટ રાઈડર્સ સાથેના તેમના નવા જોડાણને જોતા ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન આ પડકારજનક કાર્યમાં રસ બતાવશે કે કેમ તે જોવું રહ્યું.
ગંભીર 2017માં ખેલાડી તરીકે ફ્રેન્ચાઇઝી છોડ્યા પછી પ્રથમ વખત KKRમાં પાછો ફર્યો છે. બે વખત ટાઇટલ વિજેતા કેપ્ટનને ફ્રેન્ચાઇઝીના માર્ગદર્શક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે, સૂત્રોએ જણાવી રહ્યા છે કે ગંભીર સિનિયર રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના કોચિંગનો પડકાર ઝીલવા તૈયાર છે.
સૂત્રએ જણાવ્યું હતું કે કોઈ ઔપચારિક સંપર્ક કરવામાં આવ્યો ન હતો, પરંતુ બોર્ડ અને ગંભીર વચ્ચે અનૌપચારિક વાટાઘાટો દ્વારા આ વાત જાણવા મળી છે. ગંભીરને ઉચ્ચ સ્તરે કોચિંગનો અગાઉનો કોઈ અનુભવ નથી, પરંતુ IPLમાં માર્ગદર્શક તરીકેના તેમના કાર્યકાળે BCCIના મોટા નેતાઓને ખાતરી આપી છે કે રાહુલ દ્રવિડ પાસેથી ટીમની કમાન સંભાળવા માટે ભૂતપૂર્વ ઓપનર યોગ્ય વ્યક્તિ છે.
ઉલ્લેખનીય છે કે, રવિવાર 26 મેના રોજ IPL 2024ની ફાઇનલમાં KKRએ સનરાઇઝર્સને હરાવ્યા બાદ BCCI સેક્રેટરી જય શાહ ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ગૌતમ ગંભીર સાથે વાત કરતા જોવા મળ્યા હતા. ટીવી કેમેરામાં કેદ થયેલી અનૌપચારિક વાતચીતથી મુખ્ય કોચની નોકરી અંગેની અટકળો વધુ તીવ્ર બની હતી.








