હાર્દિકને અહંકારી કહેવા પર ગંભીરે ડી વિલિયર્સની ઝાટકણી કાઢી, કહ્યું- 'તેના વ્યક્તિગત સ્કોર સિવાય...'
હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીની ટીકા કરનારા સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ બેટ્સમેન ડી વિલિયર્સ અને ઈંગ્લેન્

હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીની ટીકા કરનારા સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ બેટ્સમેન ડી વિલિયર્સ અને ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર પીટરસનની ભૂતપૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરે આકરી ઝાટકણી કાઢી હતી.
હાર્દિકના સપોર્ટમાં આવ્યો ગંભીર
હાલમાં કોલકાતાના મેન્ટર તરીકેની જવાબદારી સંભાળતાં ગંભીરે કહ્યું કે, 'હાર્દિકની ટીકા કરનારા ડી વિલિયર્સ અને પિટરસન ખુદ તો કેપ્ટન તરીકે ફ્લોપ રહ્યા હતા. જ્યારે તેઓ કેપ્ટન હતા, ત્યારે તેમનો શું રેકોર્ડ હતો, તે પણ જોવું જોઈએ.' ગંભીરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'કેપ્ટન તરીકેના દૃષ્ટિકોણથી જોઈએ તો ડી વિલિયર્સ અને પીટરસને તેમની કારકિર્દીમાં કશુ હાંસલ કર્યું હોય તેમ મને નથી લાગતું.'
ગંભીરે આપ્યો જવાબ
ગંભીરે વળતા પ્રહાર કરતાં કહ્યું કે, 'તમે તેમનો રેકોર્ડ જુઓ તે અન્ય કોઈપણ કેપ્ટન કરતા પણ નબળો હશે. મને નથી લાગતું કે, ડીવિલિયર્સે ક્યારેય IPLમાં કેપ્ટન્સી કરી હોય કે પછી તેણે તેના વ્યક્તિગત સ્કોર સિવાય કેપ્ટન તરીકે કશુ હાંસલ કર્યું હોય. જ્યારે હાર્દિક તો IPL જીતનારો કેપ્ટન છે. તેથી તેના બરોબરીવાળાની તુલના થાય, બીજાની નહીં.'






