Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Gambhir-Hardik boosted the morale of the dressing room before the India-Sri Lanka ODI series

VIDEO: ભારત-શ્રીલંકા T20 સીરિઝ જીત્યા બાદ ગંભીરે સૂર્યાને નહીં હાર્દિકને કર્યો આગળ, ડ્રેસિંગ રૂમમાં હતો આવો માહોલ

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2024
લાઇવ ટીવીGoogle News
VIDEO: ભારત-શ્રીલંકા T20 સીરિઝ જીત્યા બાદ ગંભીરે સૂર્યાને નહીં હાર્દિકને કર્યો આગળ, ડ્રેસિંગ રૂમમાં હતો આવો માહોલ

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ત્રણ મેચની ટી-20 સીરિઝ સમાપ્ત થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને સીરિઝમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. હવે ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે ત્રણ મેચની વનડે સીરિઝ રમવાની છે. ODI સીરિઝ માટે ટીમ ઈન્ડિયા સંપૂર્ણપણે અલગ દેખાશે જેમાં ઘણા સિનિયર ખેલાડીઓ હાજર છે. હવે ODI સીરિઝ પહેલા મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

App Store

BCCIએ સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં પહેલા ગૌતમ ગંભીર અને પછી હાર્દિક પંડ્યાએ ખેલાડીઓ સાથે વાતો કરતા જોવા મંળે છે. બંનેએ પોતાની વાતોમાં સૂર્યકુમાર યાદવનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

ગૌતમ ગંભીરે શું કહ્યું?

વીડિયોમાં ગંભીરે પહેલા વાતો કરી. ગંભીરે કહ્યું, "અદ્ભુત સીરિઝ જીતવા બદલ અભિનંદન. સૂર્યાને પણ અભિનંદન. શાનદાર કેપ્ટન્સી અને બેટ સાથે પણ અદ્ભુત. મેં સીરિઝની શરૂઆત પહેલા કંઈક માગ્યું હતું અને તમે આપ્યું. જ્યારે તમે સતત લડો છો, ત્યારે આવું થાય છે. તમે હાર ન માનો આના જેવી મેચ મેળવવાનો એકમાત્ર રસ્તો એ છે કે દરેક બોલ અને દરેક રન માટે લડતા રહેવું." આ સિવાય ગંભીરે કંડીશન ટેસ્ટ કરવા અને તેમાં સમાઈ જવાની વાત કરી.

ગંભીરે આગળ કહ્યું, "આ મેચમાંથી ઘણું શીખવા મળે છે, પરંતુ વધુ મહત્ત્વની વાત એ છે કે, આ એક શાનદાર સીરિઝ જીત છે. કેટલાક ખેલાડીઓ 50 ઓવરની ફોર્મેટની સીરિઝનો ભાગ નહીં હોય. લાંબો વિરામ હશે, તેથી જ્યારે તમે બાંગ્લાદેશ સીરિઝ માટે પાછા આવો છો "તમે થોડો વિરામ લઈ શકો છો અને તમારી કુશળતા ઉચ્ચ રાખી શકો છો." આગળ હેડ કોચે ફિટનેસ વિશે વાત કરી. અને હાર્દિક પંડ્યાને બોલવાની જવાબદારી સોંપી હતી.

હાર્દિક પંડ્યાએ પોતાની વાતની શરૂઆત એમ કહીને કરી કે, "સૌથી પહેલા તો ખૂબ જ અદ્ભુત. મને લાગે છે કે પહેલા બેટિંગ એક પડકાર હતી. પરિસ્થિતિ મુશ્કેલ હતી, પરંતુ શરૂઆતની વિકેટો ગુમાવ્યા પછી શુભમન અને રિયાને જે પ્રકારની બેટિંગ અને ભાગીદારી કરી તે ખૂબ સારી હતી." હાર્દિકે વધુમાં કહ્યું, "મને લાગે છે કે, આપણે પરિસ્થિતિલક્ષી જાગૃતિ વિશે વાત કરીએ છીએ. મને લાગે છે કે, તમે બંનેએ જે કર્યું તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતું અને તેનાથી આપણને સારા ટોટલ સુધી પહોંચવાનું પ્લેટફોર્મ મળ્યું." સૂર્યા વિશે વધુમાં, હાર્દિકે કહ્યું, "ગૌતિ ભાઈએ કહ્યું તેમ સૂર્ય, તમે જે રીતે બોલરોને ફેરવ્યા તે ખૂબ જ શાનદાર હતું."