મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL 2024 પ્લે ઓફ માટે આજે નક્કી થશે ચોથી ટીમ, CSK Vs RCB વચ્ચે રોમાંચક મેચ

IPL 2024માં શનિવારે રમાનાર રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં વરસાદનો ખ

IPL 2024 પ્લે ઓફ માટે આજે નક્કી થશે ચોથી ટીમ, CSK Vs RCB વચ્ચે રોમાંચક મેચ

IPL 2024માં શનિવારે રમાનાર રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં વરસાદનો ખતરો મંડરાઇ રહ્યો છે. પ્લે ઓફની ચોથી ટીમ બનવા માટે ચેન્નાઇ સુપર કિંગ્સે જીત મેળવવી પડશે જ્યારે બેંગલુરૂએ સારા નેટ રનરેટ સાથે મેચને જીતવી પડશે. એવામાં ફેન્સને નોકઆઉટ સ્ટેજ પહેલા એક એલિમિનેટર જોવા મળી શકે છે. જોકે, વરસાદને કારણે ફેન્સની મજા બગડી શકે છે.  IPL 2024માં પ્લે ઓફમાં કોલકાતા નાઇટ રાઇડર્સ, રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ પહોંચી શકી છે.

હવામાન વિભાગે 18 મેએ બેંગલુરૂમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. બે અઠવાડિયાથી શહેરમાં સતત વરસાદ પડી રહ્યો છે. 

મેચ પર વરસાદનો ખતરો

હવામાન વિભાગ અનુસાર બેંગલુરૂમાં મેચના સમયે પણ ભારે વરસાદ અને તોફાનની આશંકા છે. મેચની શરૂઆત સાંજે 7.30 વાગ્યે થશે. જોકે, ચિન્નાસ્વામી સ્ટેડિયમની ડ્રેનેજ સિસ્ટમ ઘણી સારી છે જેને કારણે વરસાદ બંધ થવાના 30 મિનિટની અંદર જ રમત ફરી શરૂ થઇ શકે છે. મેચ જો વરસાદને કારણે 8.30 વાગ્યા સુધી શરૂ ના થઇ શકી તો ઓવર કપાવવાની શરૂ થઇ જશે. જો વરસાદને કારણે મેચ બંધ થાય છે તો પરિણામ માટે બન્ને ટીમ 5-5 ઓવર રમવી જરૂરી છે પરંતુ તેના માટે જરૂરી છે કે મેચ 10.30 વાગ્યા સુધી શરૂ થાય. જો વરસાદને કારણે મેચ ના રમાઇ તો બેંગલુરૂના ફેન્સ માટે આ નિરાશાજનક વાત હશે.

મેચ રદ થઇ તો કોણ પહોંચશે પ્લે ઓફમાં

જો મેચ વરસાદને કારણે રદ થઇ તો બેંગલુરૂના પ્લે ઓફમાં પહોંચવાની સંભાવના ધોવાઇ જશે. ચેન્નાઇ સુપર કિંગ્સના 14 પોઇન્ટ છે અને મેચ જીતવા પર 16 પોઇન્ટ થશે. બેંગલુરૂના 12 પોઇન્ટ છે અને બેંગલુરૂ અને લખનૌ જ 14 પોઇન્ટ સુધી પહોંચી શકશે. એવામાં જો મેચ વરસાદને કારણે ધોવાય છે તો બન્ને ટીમને 1-1 પોઇન્ટ મળશે અને ચેન્નાઇ સુપર કિંગ્સ પ્લે ઓફમાં પહોંચી જશે, કારણ કે ચેન્નાઇના 15 પોઇન્ટ થઇ જશે.
 

આ સમાચાર શેર કરો