ટેસ્ટમાં ટી-20 જેવી બેટિંગ: ઈંગ્લેન્ડે 4.2 ઓવરમાં 50 રન બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાઈ રહી છે. જેમાં ય

ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાઈ રહી છે. જેમાં યજમાન ટીમે ઈતિહાસ રચી દીધો છે. ઈંગ્લેન્ડે માત્ર 4.2 ઓવરમાં 50 રન બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈંગ્લેન્ડેની શરૂઆત ખરાબ રહી હતી. ઝેક ક્રોલી પહેલી ઓવરમાં જ 0 રન બનાવીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો. જોકે, બાદમાં બેન ડકેટ અને ઓલી પોપે ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી. પરિણામે ઈંગ્લેન્ડે માત્ર 4.2 ઓવરમાં 50 રન બનાવી દીધા હતા.
સિક્સર ફટકાર્યા વિના વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
ઈંગ્લેન્ડે માત્ર 4.2 ઓવરમાં એટલે કે 26 બોલમાં 50 રન બનાવીને ટેસ્ટ ક્રિકેટમાં કોઈપણ ટીમ દ્વારા સૌથી ઝડપી 50 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે આ સમયગાળા દરમિયાન ઈંગ્લેન્ડ તરફથી કોઈ છગ્ગો માર્યો ન હતો. ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ માત્ર ચોગ્ગા ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
ટેસ્ટમાં સૌથી ઝડપી 50 રન બનાવનાર ટીમ
4.2 - ઈંગ્લેન્ડ vs વેસ્ટ ઈન્ડિઝ, નોટિંગહામ, 2024
4.3 - ઇંગ્લેન્ડ vs દક્ષિણ આફ્રિકા, ધ ઓવલ, 1994
4.6 - ઇંગ્લેન્ડ vs શ્રીલંકા, માન્ચેસ્ટર, 2002
5.2 - શ્રીલંકા vs પાકિસ્તાન, કરાચી, 2004
5.3 - ભારત vs ઈંગ્લેન્ડ, ચેન્નાઈ, 2008
5.3 - ભારત vs વેસ્ટ ઈન્ડિઝ, પોર્ટ ઓફ સ્પેન, 2023








