VIDEO / અફઘાનિસ્તાનની જીત બાદ બ્રાવોએ કર્યો ચેમ્પિયન ડાન્સ, ટીમ બસમાં દેખાયો ઉત્સાહ
T20 વર્લ્ડ કપની 48મી મેચમાં અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક જીત નોંધાવી હતી. તેણે કા

T20 વર્લ્ડ કપની 48મી મેચમાં અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક જીત નોંધાવી હતી. તેણે કાંગારૂ ટીમને 21 રનથી હરાવી હતી. અફઘાનિસ્તાને T20 વર્લ્ડ કપ 2024ના સુપર 8માં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેની જીતમાં સપોર્ટ સ્ટાફ અને કોચે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ડ્વેન બ્રાવો ટીમના કોચિંગ સ્ટાફમાં સામેલ છે. અફઘાનિસ્તાનની જીત બાદ તે ઘણો ખુશ દેખાઈ રહ્યો હતો. ટીમની જીત બાદ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ડાન્સ કરતો જોવા મળે છે.
અફઘાનિસ્તાનના ખેલાડીઓ જીત બાદ ટીમ બસમાં ડાન્સ કરી રહ્યા હતા. આ દરમિયાન બ્રાવોનું 'ચેમ્પિયન' સોંગ વગાડવામાં આવ્યું હતું. જેના પર બ્રાવો પણ ડાન્સ કરતો જોવા મળ્યો હતો. ફેન્સને આ વીડિયો ઘણો પસંદ આવી રહ્યો છે. તેના પર સોશિયલ મીડિયા પર ઘણી રસપ્રદ કોમેન્ટ જોવા મળી રહી છે. બ્રાવો ટીમમાં જોડાયા બાદ ખેલાડીઓમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. ટીમ બેટિંગની સાથે બોલિંગમાં પણ સારું પ્રદર્શન કરી રહી છે.
અફઘાનિસ્તાને ગ્રુપ સ્ટેજમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું અને હવે તેણે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયા સામે અફઘાનિસ્તાન તરફથી ઓપનર ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાને શાનદાર પ્રદર્શન કર્યું હતું. ગુરબાઝે 49 બોલનો સામનો કર્યો અને 60 રન બનાવ્યા. જ્યારે ઝદરાને 48 બોલમાં 51 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી હતી.
આ જીત સાથે અફઘાનિસ્તાને સેમીફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. જો કે, આગળનો માર્ગ ખૂબ જટિલ હશે. અફઘાનિસ્તાને સેમિફાઈનલમાં પહોંચવા માટે બાંગ્લાદેશને મોટા અંતરથી હરાવવું પડશે. આ સાથે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવવું પડશે. જો આ બંને સમીકરણો રચાશે તો જ તે સેમિફાઈનલમાં પહોંચી શકશે.






