શું પીળી જર્સીમાં ખેલાડી તરીકે MS ધોની છેલ્લી મેચ રમ્યો? સંન્યાસ અંગે CSK કોચે આપ્યું મોટું નિવેદન
IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સે 18 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે 27 રનથી હારનો સામનો ક

IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સે 18 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે 27 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો, આ હાર સાથે CSKનું પ્લેઓફમાં પહોંચવાનું સપનું તૂટી ગયું. જ્યારે લીગ રાઉન્ડના પ્રથમ તબક્કામાં સતત પરાજયનો સામનો કરી રહેલી RCBએ બધાને ચોંકાવી દેતા પ્લેઓફની ટિકિટ મેળવી હતી. છેલ્લી ઓવરમાં CSKને પ્લેઓફમાં પહોંચવા માટે 17 રનની જરૂર હતી અને મહેન્દ્ર સિંહ ધોનીએ યશ દયાલના પહેલા બોલે 110 મીટર લાંબી સિક્સર ફટકારી. બોલ સ્ટેડિયમની છત પર જતો રહેતા બોલ બદલવો પડ્યો. અને મેચનું આખું પાસું બદલાઈ ગયું. નવો બોલ આવતા જ ધોની આઉટ થયો. ધોની 12 બોલમાં 25 રન બનાવીને નિરાશ થઈને મેદાનમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે દરેકના મનમાં એક જ સવાલ ચાલી રહ્યો હતો કે શું પીળી જર્સીમાં ખેલાડી તરીકે એમએસ ધોનીની આ છેલ્લી મેચ છે?
ચેન્નઈ સુપર કિંગ્સના બોલિંગ સલાહકાર એરિક સિમોન્સે ફ્રેન્ચાઈઝીના આઈકન એમએસ ધોનીની ખૂબ પ્રશંસા કરી છે, અને તેમનું માનવું છે કે, આ અનુભવી ખેલાડીના ભવિષ્ય વિશે અનુમાન લગાવવું તે "ગાંડપણ" છે. શનિવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB સામે 27 રનથી હાર્યા બાદ CSKના ટાઈટલ જીવતાનું સપનું અધુરું રહી ગયું. બધાની નજર એમએસ ધોની પર હતી, કે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં CSKનું અભિયાન પૂરું થતાં ધોની નિવૃત્તિની જાહેરાત કરશે કે કેમ?
ધોનીએ હજુ સુધી CSKમાં કોઈને કહ્યું નથી કે તે નિવૃત્ત થઈ રહ્યો છે. તેણે મેનેજમેન્ટને કહ્યું છે કે, કોઈ અંતિમ નિર્ણય લેતા પહેલા તે બે-ત્રણ મહિના રાહ જોવા માંગે છે. CSK મેનેજમેન્ટને આશા છે કે ધોની તેનું વચન પૂરું કરશે અને ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં તેની છેલ્લી મેચ રમશે. IPL 2024માં તેની બેટિંગ અને વિકેટકીપિંગ ફોર્મને જોતા કહી શકાય કે તે વધુ એક સિઝન રમી શકે છે.
સીએસકેના અધિકારીએ કહ્યું કે, ધોનીએ આરસીબી સામે લગભગ ચાર ઓવર બેટિંગ કરી અને આ દરમિયાન તે સિંગલ-ડબલ લેવામાં પણ આરામદાયક લાગતો હતો. તેની સ્નાયુની ઈજા પણ સમય સાથે ઠીક થઈ રહી છે. IPL 2025 પહેલા એક મેગા ઓક્શન યોજાવાની છે અને દરેક ફ્રેન્ચાઇઝી ટીમને પાંચ-પાંચ ખેલાડીઓને જાળવી રાખવાની તક મળી શકે છે. આ સિવાય IPLમાં ઈમ્પેક્ટ સબનો નિયમ પણ ધોની માટે પ્લસ પોઈન્ટ બની શકે છે. CSK અધિકારીએ કહ્યું, 'અમે ધોનીના નિર્ણયની રાહ જોઈશું, તે હંમેશા ટીમ વિશે શ્રેષ્ઠ વિચારે છે, જોઈએ કે આગળ શું થાય છે.'
સિમોન્સે 2010માં બોલિંગ સલાહકાર તરીકે તેમના કાર્યકાળ દરમિયાન ધોનીને ભારતીય ટીમ સાથે જોયો છે. મેચ પછી સિમોન્સે ધોની દ્વારા ટીમને આપવામાં આવતી વિવિધ વિશેષતાઓ તરફ ધ્યાન દોર્યું હતું. તેમનું માનવું છે કે, ધોની જે રીતે સાદગી સાથે રમતને સમજે છે, ક્રિકેટરોએ તેના માટે કોશિશ કરવી જોઈએ.
બધાની નજર અને કેમેરા ધોની પર હતા
CSK ની હ્રદયદ્રાવક હાર સહન કર્યા પછી, બધાની નજર અને કેમેરા ધોની પર હતા અને તે તેના ભવિષ્ય વિશે સંકેત આપે તેની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ અનુભવી વિકેટકીપરે તેના ભવિષ્ય વિશે મૌન જાળવ્યું હતું.








