મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ડૉક્ટરની આરામ કરવાની સલાહ છતાં IPL રમી રહ્યોં છે ધોની, કારણ આવ્યું સામે

IPL 2024માં એમએસ ધોની ઘણા ઓછા સમય માટે મેદાનમાં બેટિંગ કરવા આવે છે. એમએસ ધોની પંજાબ કિંગ્સ વિરૂદ્ધ નંબર

ડૉક્ટરની આરામ કરવાની સલાહ છતાં IPL રમી રહ્યોં છે ધોની, કારણ આવ્યું સામે

IPL 2024માં એમએસ ધોની ઘણા ઓછા સમય માટે મેદાનમાં બેટિંગ કરવા આવે છે. એમએસ ધોની પંજાબ કિંગ્સ વિરૂદ્ધ નંબર 9 પર બેટિંગ માટે ક્રિઝ પર આવ્યો હતો પરંતુ હવે તેની પાછળનું કારણ સામે આવ્યું છે. ધોનીના પગમાં ઇજા હોવા છતા તે IPL રમી રહ્યોં છે.

માહીના પગમાં ઇજા છતાં રમી રહ્યોં છે મેચ

એક રિપોર્ટ અનુસાર, ધોનીના પગની માંસપેશિઓ IPLની શરૂઆતમાં જ ફાટી ગઇ હતી પરંતુ ટીમના બીજા વિકેટ કીપર બેટ્સમેન ડેવોન કોનવેના ઇજાગ્રસ્ત હોવાને કારણે તેને ખુદ બ્રેક આપવાની તક મળી નહતી.

સૂત્રો અનુસાર, ધોનીને ઘણો દુખાવો થઇ રહ્યો છે અને તેને દવા લેવી પડી રહી છે. તે ઓછું દોડવાનો પણ પ્રયાસ કરી રહ્યો છે પરંતુ વિકેટ કીપિંગને કારણે તેને મેદાનમાં ઉતરવું પડી રહ્યું છે.

એવું પણ કહેવામાં આવે છે કે ધોનીના સતત રમવાને કારણે તેની ઇજા વધી રહી છે. ડૉક્ટરે તેને આરામ કરવાની સલાહ આપી છે પરંતુ ટીમમાં વિકેટ કીપરની કમીને કારણે આવું શક્ય નથી.

મહત્ત્વપૂર્ણ છે કે ધોની ગત IPLમાં પણ ઘૂંટણની ઇજા સાથે રમ્યો હતો.જે બાદ તેને CSKને IPL જીતવાના તુરંત બાદ ઓપરેશન કરાવવું પડ્યું હતું.

IPL 2024માં ધોનીનું પ્રદર્શન

એમએસ ધોનીએ IPL 2024માં 11 મેચ રમી છે. આ 11 મેચમાં ધોનીએ 224.49ના સ્ટ્રાઇક રેટ સાથે વિસ્ફોટક અંદાજમાં 110 રન બનાવ્યા છે જેમાં 10 ફોર અને 9 સિક્સર સામેલ છે.

સૌથી વધુ કેચ લેનાર વિકેટ કીપર બન્યો ધોની

એમએસ ધોનીએ રવિવાર, 5 મેએ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં 150 કેચ પૂર્ણ કરનાર પ્રથમ વિકેટ કીપર બનીને ઇતિહાસ રચ્યો હતો. ધરમશાળાના એચપીસીએ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ વિરૂદ્ધ ચેન્નાઇ સુપર કિગ્સની મેચ દરમિયાન જિતેશ શર્માનો કેચ લેતા જ ધોનીએ ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

એમએસ ધોની- 150 કેચ
દિનેશ કાર્તિક- 141 કેચ
રિદ્ધિમાન સાહા- 119 કેચ

આ સમાચાર શેર કરો