યુવરાજ સિંહને 'ભારત રત્ન' આપવાની માંગ, ધોની પર લાગ્યો યુવીની લાઇફ બરબાદ કરવાનો આરોપ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ ફરી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ ફરી એકવાર એમએસ ધોની પર ગુસ્સો કાઢ્યો છે. તે ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર-બેટ્સમેન ધોનીને ક્યારેય માફ નહીં કરે કારણ કે તેનો પુત્ર ટીમ માટે વધુ 5-6 વર્ષ રમી શક્યો હોત. પરંતુ કેવી રીતે ધોનીએ તેના પુત્ર યુવરાજ સિંહની ક્રિકેટ કારકિર્દી બરબાદ કરી દીધી.
અગાઉ પણ યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ એમએસ ધોનીને તેમના પુત્રની ક્રિકેટ કારકિર્દીના પતન માટે જવાબદાર ગણાવી ચૂક્યા છે. આ વખતે પણ તેણે ધોની પર નિશાન સાધવાનું ટાળ્યું નથી. યોગરાજ સિંહે કહ્યું કે ધોનીએ અરીસામાં પોતાનો ચહેરો જોવો જોઈએ. ગૌતમ ગંભીર અને વીરેન્દ્ર સેહવાગ જેવા ખેલાડીઓ પણ તેના પુત્રને ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમનો સૌથી મોટો મેચ વિનર માને છે.
યોગરાજસિંહે કહ્યું કે, ધોની આટલો મહાન ક્રિકેટર છે, પરંતુ તેણે યુવરાજ સિંહનું કંઈ સારું કર્યું નથી. હું એમએસ ધોનીને માફ નહીં કરું. તેણે મારા પુત્ર વિરૂદ્ધ જે પણ કર્યું તે હવે પ્રકાશમાં આવી રહ્યું છે, તેને જીવનમાં ક્યારેય માફ કરી શકાય નહીં.
યોગરાજે કહ્યું કે તે વ્યક્તિએ મારા પુત્રનું જીવન બરબાદ કરી દીધું જે ભારત માટે વધુ 4-5 વર્ષ રમી શક્યો હોત. હું દરેકને યુવરાજ જેવો પુત્ર પેદા કરવાનો પડકાર ફેંકું છું. ગૌતમ ગંભીર અને વીરેન્દ્ર સેહવાગ પણ અગાઉ કહી ચુક્યા છે કે ભારતમાં બીજો કોઈ યુવરાજ સિંહ નહીં હોય. યુવરાજને ભારત રત્નથી સન્માનિત કરવો જોઈએ. કારણે કેન્સર સામે લડવા છતાં તે દેશ માટે રમ્યો અને ટીમની વર્લ્ડ કપ વિજેતા ટીમનો સભ્ય રહ્યો.
યોગરાજ સિંહે કહ્યું કે મેં જીવનમાં ક્યારેય બે કામ નથી કર્યા, એક તો મારી સાથે ખોટું કરનારને મેં ક્યારેય માફ નથી કર્યા અને બીજું મેં જીવનમાં ક્યારેય તેમને ગળે લગાવ્યા નથી, પછી તે મારા પરિવારના સભ્યો હોય કે મારા બાળકો.
જણાવી દઈએ કે યુવરાજ સિંહે 2000-2017 દરમિયાન 402 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતાં 11,178 રન બનાવ્યા. તેણે તમામ ફોર્મેટમાં 17 સદી અને 71 અડધી સદી ફટકારી અને ભારતના સર્વકાલીન મહાન ખેલાડીઓમાંના એક તરીકે તેની કારકિર્દી પૂરી કરી.








