WPL 2026 / ટુર્નામેન્ટ વચ્ચે દિલ્હી કેપિટલ્સનું ટેન્શન વધ્યું, એક સાથે બે ખેલાડી ઘાયલ; ટીમે રિપ્લેસમેન્ટની જાહેરાત કરી
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ની ચોથી સિઝનની વચ્ચે દિલ્હી કેપિટલ્સને બે મોટા ઝટકા લાગ્ય

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ની ચોથી સિઝનની વચ્ચે દિલ્હી કેપિટલ્સને બે મોટા ઝટકા લાગ્યા છે. તેમની ખેલાડીઓ, દિયા યાદવ અને મમતા માડીવાલા સિઝનની વચ્ચે ઈજાને કારણે બાકીની મેચોમાં ભાગ નહીં લઈ શકે. દિલ્હી કેપિટલ્સ હજુ પણ પ્લેઓફની રેસમાં છે, તેણે પાંચ મેચમાંથી બે જીતી અને ત્રણમાં હારનો સામનો કર્યો છે. ફ્રેન્ચાઈઝીએ બંને ખેલાડીઓના બહાર થવા સાથે તેમના રિપ્લેસમેન્ટ ખેલાડીઓના નામ પણ જાહેર કર્યા છે.
પ્રગતિ સિંહ અને અદલા શ્રીજાના દિલ્હી કેપિટલ્સની ટીમમાં જોડાયા
દિલ્હી કેપિટલ્સે દિયા યાદવ અને મમતા માડીવાલાના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે, મેનેજમેન્ટે સિઝનની બાકીની મેચો માટે પ્રગતિ સિંહ અને અડલા સૃજનાને ટીમમાં ઉમેરવાનો નિર્ણય લીધો છે. બંને ખેલાડીઓને દિલ્હી કેપિટલ્સે 10 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસ પર સાઈન કરી હતી. દિલ્હી કેપિટલ્સ પાસે આ સિઝનમાં લીગ સ્ટેજમાં હજુ ત્રણ મેચ રમવાની બાકી છે, જે જીતીને ટીમ પ્લેઓફમાં પહોંચવાનું લક્ષ્ય રાખશે. દિલ્હી કેપિટલ્સ આજે એટલે કે 24 જાન્યુઆરીએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે તેની છઠ્ઠી મેચ રમશે.
RCB પહેલાથી જ પ્લેઓફ સ્થાન મેળવી ચૂક્યું છે
સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળ રમી રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે WPLની ચોથી સિઝનમાં અત્યાર સુધી ખૂબ જ શાનદાર રહી છે, તેણે લીગ સ્ટેજમાં તેની પ્રથમ પાંચ મેચ જીતીને પ્લેઓફ સ્થાન મેળવી લીધું છે. તેના પછી બીજા સ્થાને ગુજરાત જાયન્ટ્સ છે, જેણે તેની છ મેચમાંથી ત્રણ જીતી છે. ટી પછી ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ છ મેચમાંથી બે જીત સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ ચોથા સ્થાને છે અને યુપી વોરિયર્સ પાંચમા સ્થાને છે.






