Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Mitchell Santner's statement after IND vs NZ 2nd T20I

IND vs NZ / 'ભારત સામે 300 રન...', બીજી T20Iમાં હાર બાદ છલકાયું મિચેલ સેન્ટનરનું દર્દ; વાયરલ થયું નિવેદન

Timeછેલ્લું અપડેટ : 24 Jan 2026
લાઇવ ટીવીGoogle News
IND vs NZ / 'ભારત સામે 300 રન...', બીજી T20Iમાં હાર બાદ છલકાયું મિચેલ સેન્ટનરનું દર્દ; વાયરલ થયું નિવેદન
સોર્સ : GSTV

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20I સિરીઝની બીજી મેચ ગયા શુક્રવારે (23 જાન્યુઆરી) રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ રેકોર્ડ રન ચેઝ કરીને 7 વિકેટથી જીત મેળવી હતી. ન્યુઝીલેન્ડનો કેપ્ટન મિચેલ સેન્ટનર હાર બાદ દુઃખી હતો.

App Store

મેચ પછી, મિચેલ સેન્ટનરએ સ્પષ્ટ કર્યું કે ભારત સામે મેચ જીતવા માટે 300 રનની જરૂર છે. સેન્ટનર હાર બાદ સ્પષ્ટપણે નારાજ હતો. વધુમાં કિવી કેપ્ટને કહ્યું કે 200 કે 210 રન પૂરતા નથી.

ભારત સામે 300 રનની જરૂર

પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમિયાન, સેન્ટનરને પૂછવામાં આવ્યું કે ભારત સામે કુલ કેટલા રન પૂરતા છે. સેન્ટનર હસતાં હસતાં કહ્યું, "મને લાગે છે કે 300 રન."

સેન્ટનરે આગળ કહ્યું, "જ્યારે તમે સારી વિકેટ પર ઊંડાણપૂર્વક બેટિંગ કરતી ટીમ સામે આવો છો, ત્યારે તે મુશ્કેલ છે. ભારતે આવી શરૂઆત કરી હતી, પહેલા બોલથી જ સ્પષ્ટ ઈરાદા સાથે. મને લાગે છે કે તેમની પાસે દરેક બેટ્સમેન માટે લાઈસન્સ છે."

200 કે 210 રન પૂરતા નથી

વધુ બોલતા સેન્ટનરે કહ્યું, "અમારા માટે તે દરેક સંભવ પ્રયાસ કરવા વિશે છે. પરંતુ બીજી બાજુ અમે એ પણ જાણીએ છીએ કે અમારે કદાચ વધુ મહેનત કરવી પડશે, કારણ કે 200 કે 210 રન હવે પૂરતા નથી."

ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ રન ચેઝ

ન્યુઝીલેન્ડે મેચમાં પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 208 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 15.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 209 રન બનાવીને જીત મેળવી હતી. T20Iમાં આ ભારતનો સૌથી મોટો રન ચેઝ હતો, જ્યારે 10 રનથી ઓછા રનમાં બે વિકેટ પડી ગઈ હતી.

ટીમ ઈન્ડિયા સિરીઝમાં 2-0થી આગળ

તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ પ્રથમ બે મેચ જીતીને સિરીઝમાં 2-0થી લીડ મેળવી છે. હવે ત્રીજી મેચમાં જીત સાથે મેન ઈન બ્લુ સિરીઝ પર કબજો કરશે. સિરીઝની ત્રીજી મેચ 25 જાન્યુઆરીના રોજ ગુવાહાટીમાં રમાશે.