ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે જાહેર થઈ ભારતની ટેસ્ટ ટીમ, આ યુવા સ્ટારને પહેલીવાર મળ્યું સ્થાન

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026 પછી ભારતીય મહિલા ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. BCCIએ આ પ્રવાસ માટે T20 અને ODI ટીમની જાહેરાત પહેલા જ કરી દીધી હતી. હવે BCCIએ ભારતીય મહિલા ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે. વધુમાં ACC રાઈઝિંગ સ્ટાર વિમેન્સ એશિયા કપ માટે પણ ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય મહિલા ટેસ્ટ ટીમમાં આ યુવા સ્ટારને પહેલીવાર સામેલ કરવામાં આવી છે.
ભારતીય ટીમની જાહેરાત
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ત્રણ ODI અને ત્રણ T20I મેચ સાથે એક ટેસ્ટ પણ રમશે. T20 અને ODI ટીમની જાહેરાત 17 જાન્યુઆરીએ કરવામાં આવી હતી. હવે 24 જાન્યુઆરીએ BCCIએ એકમાત્ર ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી, જેમાં વૈષ્ણવી શર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે. વૈષ્ણવીએ તાજેતરમાં ભારતીય ટીમ માટે T20I ડેબ્યુ કર્યું હતું, તેણે પોતાના મજબૂત પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા હતા. જોકે, મોટાભાગની જવાબદારી કેપ્ટન હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાના પર રહેશે. આ સાથે સિલેક્ટર્સે રાધા યાદવને ACC રાઈઝિંગ સ્ટાર વિમેન્સ એશિયા કપ 2026 માટે કેપ્ટન બનાવી છે, આ ટીમમાં ઘણી યુવા સ્ટાર ખેલાડીઓ સામેલ છે.
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય સ્કવોડ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, અમનજોત કૌર, રિચા ઘોષ (વિકેટકીપર), ઉમા છેત્રી (વિકેટકીપર), પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, રેણુકા સિંહ ઠાકુર, સ્નેહ રાણા, ક્રાંતિ ગૌડ, વૈષ્ણવી શર્મા, સાયાલી સતઘરે.
ACC રાઈઝિંગ સ્ટાર એશિયા કપ માટે ઈન્ડિયા-A ટીમ
હુમૈરા કાઝી, વૃંદા દિનેશ, અનુષ્કા શર્મા, દિયા યાદવ, તેજલ હસબનીસ, નંદની કશ્યપ (વિકેટકીપર), મમતા એમ (વિકેટકીપર), રાધા યાદવ (કેપ્ટન), સોનિયા મેંધિયા, મિન્નુ મણિ, તનુજા કંવર, પ્રેમા રાવત, સાઈમા ઠાકોર, જીન્તામણિ કલિતા, નંદની શર્મા.
આ ટીમમાં સામેલ દિયા યાદવ અને મમતા એમને BCCI સેન્ટર ઓફ એક્સીલેન્સ (COE) તરફથી ફિટનેસનું ક્લિયરન્સ મળવાનું બાકી છે. તેમને COE તરફથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ જ તેઓ રમી શકશે.
ACC રાઈઝિંગ સ્ટાર એશિયા કપ માટે ભારતનું શેડ્યૂલ
- ફેબ્રુઆરી 13, 2026 - ઈન્ડિયા-A vs UAE (બપોરે 2:00 વાગ્યે)
- ફેબ્રુઆરી 15, 2026 - ઈન્ડિયા-A vs પાકિસ્તાન-A (બપોરે 2:00 વાગ્યે)
- ફેબ્રુઆરી 17, 2026 - ઈન્ડિયા-A vs નેપાળ (બપોરે 2:00 વાગ્યે)

