Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : India's ODI and T20I squad announced for Australia Tour

BCCIએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ODI અને T20I ટીમની કરી જાહેરાત, 7 વર્ષ બાદ થઈ આ ખેલાડીની વાપસી

Timeછેલ્લું અપડેટ : 18 Jan 2026
લાઇવ ટીવીGoogle News
BCCIએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ODI અને T20I ટીમની કરી જાહેરાત, 7 વર્ષ બાદ થઈ આ ખેલાડીની વાપસી
સોર્સ : GSTV

BCCIએ શનિવાર, 17 જાન્યુઆરી, 2026ના રોજ સાંજે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય મહિલા ODI અને T20I ટીમોની જાહેરાત કરી હતી. ઓફ-સ્પિનર ​​શ્રેયંકા પાટિલ અને બેટ્સમેન ભારતી ફુલમાલી T20I ટીમમાં પાછા ફર્યા છે, જ્યારે વિકેટકીપર જી. કમલિની અને લેફ્ટ આર્મ સ્પિનર ​​વૈષ્ણવી શર્માને પ્રથમ વખત ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

App Store

શ્રેયંકાને શાનદાર પ્રદર્શનનું ઈનામ મળ્યું

શ્રેયંકાએ તાજેતરમાં WPL 2026 મેચમાં ગુજરાત જાયન્ટ્સ સામે 5 વિકેટ લીધી હતી. તે ટુર્નામેન્ટના ઈતિહાસમાં આ સિદ્ધિ મેળવનારી સૌથી નાની ઉંમરની ખેલાડી બની હતી. યુવા ઓફ-સ્પિનરે 23 વર્ષ અને 169 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી. આ સાથે ભારતીય T20I ટીમમાં તેની વાપસી થઈ છે. તમને જણાવી દઈએ કે તે ગયા વર્ષે ઈજાને કારણે સ્પર્ધાત્મક ક્રિકેટથી દૂર હતી. આ ઉપરાંત ભારતી ફુલમાલીનો પણ T20I ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ફુલમાલીએ છેલ્લે 2019માં ભારત માટે T20I રમી હતી અને હવે લગભગ 7 વર્ષના લાંબા અંતરાલ પછી ટીમમાં વાપસી કરી છે.

હરલીન T20I ટીમમાંથી બહાર

કાશ્વી ગૌતમનો પણ 15 સભ્યોની ODI ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે ફાસ્ટ બોલર અરુંધતી રેડ્ડી અને લેફ્ટ આર્મ સ્પિનર ​​રાધા યાદવને બહાર કરવામાં આવ્યા છે. ODI ટીમનો ભાગ રહેલી હરલીન દેઓલને 16 સભ્યોની T20I ટીમમાં સ્થાન નથી મળ્યું છે. બંને ટીમોની કેપ્ટનશીપ હરમનપ્રીત કૌર કરશે, જ્યારે સ્મૃતિ મંધાના વાઈસ-કેપ્ટન હશે.

ટેસ્ટ ટીમની જાહેરાત નથી થઈ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 15 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન આ વ્હાઈટ બોલ પ્રવાસ દરમિયાન 3 T20I અને 3 ODI મેચ રમશે, આ સિવાય પર્થમાં 6થી 9 માર્ચ દરમિયાન એક ટેસ્ટ મેચ પણ રમાશે. ટેસ્ટ ટીમની જાહેરાત BCCI દ્વારા પછીથી કરવામાં આવશે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય મહિલા T20I ટીમ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, રેણુકા ઠાકુર, શ્રી ચરણી, વૈષ્ણવી શર્મા, ક્રાંતિ ગૌડ, સ્નેહ રાણા, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), જી. કમલિની (વિકેટકીપર), અરુંધતી રેડ્ડી, અમનજોત કૌર, જેમિમા રોડ્રિગ્સ, ભારતી ફુલમાલી, શ્રેયંકા પાટિલ.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય મહિલા ODI ટીમ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, રેણુકા ઠાકુર, શ્રી ચરણી, વૈષ્ણવી શર્મા, ક્રાંતિ ગૌડ, સ્નેહ રાણા, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), જી. કમલિની (વિકેટકીપર), કાશવી ગૌતમ, અમનજોત કૌર, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ.