Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Vijay Hazare Trophy Final 2026 live streaming details

Vijay Hazare Trophy / આજે ટાઈટલ માટે ટકરાશે વિદર્ભ અને સૌરાષ્ટ્ર, જાણો ક્યાં અને ક્યારે જોવી ફાઈનલ મેચ

Timeછેલ્લું અપડેટ : 18 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Vijay Hazare Trophy / આજે ટાઈટલ માટે ટકરાશે વિદર્ભ અને સૌરાષ્ટ્ર, જાણો ક્યાં અને ક્યારે જોવી ફાઈનલ મેચ
સોર્સ : GSTV

આજે (18 જાન્યુઆરી) વિદર્ભ અને સૌરાષ્ટ્ર વચ્ચે વિજય હજારે ટ્રોફી 2025-26ની ફાઈનલ મેચ રમાશે. બંને ટીમોએ આખી ટુર્નામેન્ટમાં પ્રભાવશાળી પ્રદર્શન કરીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. સૌરાષ્ટ્રે સેમીફાઈનલમાં પંજાબને હરાવ્યું હતું, જ્યારે વિદર્ભે કર્ણાટકને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. વિજય હજારે ટ્રોફીની ફાઈનલ મેચ બેંગલુરુમાં BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે રમાશે. ચાલો તમને આ મેચની લાઈવ ટેલિકાસ્ટ સહિતની વિગતો જણાવીએ.

App Store

મેચ ક્યારે અને ક્યાં જોવી?

સૌરાષ્ટ્ર અને વિદર્ભ વચ્ચેની વિજય હજારે ટ્રોફી ફાઈનલ 18 જાન્યુઆરી, રવિવારના રોજ રમાશે. મેચ ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે, ટોસ બપોરે 1:00 વાગ્યે ઉછાળવામાં આવશે. સૌરાષ્ટ્ર અને વિદર્ભ વચ્ચે વિજય હજારે ટ્રોફી ફાઈનલનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ સ્પોર્ટ્સ ટીવી પર જોઈ શકાય છે. જ્યારે ફાઈનલનું લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar પર જોઈ શકાય છે.

આ ખેલાડીઓ પર હશે બધાની નજર

સેમીફાઈનલમાં સૌરાષ્ટ્ર માટે વિશ્વરાજસિંહ જાડેજાએ શાનદાર ઈનિંગ રમી હતી. તેણે 127 બોલમાં 165 રનની ઈનિંગ રમી, સૌરાષ્ટ્રને પંજાબ સામે સરળતાથી જીત મેળવવામાં મદદ કરી હતી. વિદર્ભ માટે તમામની નજર અમન મોખાડે પર રહેશે. અમને કર્ણાટક સામેની સેમીફાઈનલ મેચમાં 122 બોલમાં 138 રન બનાવ્યા હતા. ધ્રુવ શોરીએ પણ વિદર્ભ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

ફાઈનલ મેચ માટે બંને ટીમોની સ્કવોડ

સૌરાષ્ટ્રઃ હાર્વિક દેસાઈ (કેપ્ટન/વિકેટકીપર), વિશ્વરાજ જાડેજા, પ્રેરક માંકડ, સમર ગજ્જર, ચિરાગ જાની, રુચિત આહિર, પાર્શ્વરાજ રાણા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, અંકુર પંવાર, જયદેવ ઉનડકટ, ચેતન સાકરિયા, આદિત્ય જાડેજા, હેત્વિક કોટક, પ્રણવ કરિયા, યુવરાજ ચુડાસમા, પાર્થ ભુટ, તરંગ ગોહેલ, જય ગોહિલ, અંશ ગોસાઈ, હિતેન કણબી, પ્રશાંત રાણા.

વિદર્ભ: અથર્વ તાયડે, અમન મોખાડે, ધ્રુવ શોરી, રવિકુમાર સમર્થ, યશ રાઠોડ, યશ કદમ, રોહિત બિનકર (વિકેટકીપર), નચિકેત ભૂતે, હર્ષ દુબે (કેપ્ટન), દર્શન નલકાંડે, યશ ઠાકુર, પ્રફુલ્લ હિંગે, શિવમ દેશમુખ, પાર્થ રેખાડે, શુભમ દુબે, અક્ષય વાડકર, ગણેશ ભોસલે, દીપેશ પરવાણી.