Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Who is Vishvaraj Jadeja who helped Saurashtra to reach in final of Vijay Hazare Trophy

Vijay Hazare Trophy / કોણ છે વિશ્વરાજ જાડેજા? સેમીફાઈનલમાં તોફાની સદી ફટકારી બન્યો સૌરાષ્ટ્રની જીતનો હીરો

Timeછેલ્લું અપડેટ : 17 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Vijay Hazare Trophy / કોણ છે વિશ્વરાજ જાડેજા? સેમીફાઈનલમાં તોફાની સદી ફટકારી બન્યો સૌરાષ્ટ્રની જીતનો હીરો
સોર્સ : GSTV

વિજય હજારે ટ્રોફી સેમીફાઈનલમાં સૌરાષ્ટ્રની જીત પાછળ જો કોઈ એક નામ સૌથી વધુ ચર્ચામાં રહ્યું હોય, તો તે વિશ્વરાજ જાડેજાનું છે. પંજાબ સામેની આ મહત્ત્વપૂર્ણ મેચમાં વિશ્વરાજે એવી ઈનિંગ રમી જેણે મેચનું પાસુ ફેરવી નાખ્યું. 292 રનના વિશાળ ટાર્ગેટને ચેઝ કરતા તેણે અણનમ 165 રન બનાવીને સૌરાષ્ટ્રને શાનદાર અંદાજ ફાઈનલમાં પહોંચાડ્યું.

App Store

સેમીફાઈનલમાં વિશ્વરાજ જાડેજાનો ક્લાસ 

રાઈટી ઓપનર વિશ્વરાજ જાડેજાએ શરૂઆતથી જ પંજાબના બોલર્સ પર દબાણ બનાવ્યું હતું. તેણે કેપ્ટન હાર્વિક દેસાઈ સાથે પ્રથમ વિકેટ માટે 172 રનની શાનદાર પાર્ટનરશિપ કરી. હાર્વિકના આઉટ થયા પછી પણ વિશ્વરાજનો જુસ્સો યથાવત રહ્યો. તેણે પ્રેરક માંકડ સાથે પણ સદીની પાર્ટનરશિપ કરી, જેનાથી રન ચેઝ સંપૂર્ણપણે એકતરફી થઈ ગયો.

વિશ્વરાજે 127 બોલમાં 165 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેણે 18 ચોગ્ગા અને 3 શાનદાર છગ્ગા ફટકાર્યા. ખાસ વાત એ છે કે, તેણે આખી ઈનિંગ દરમિયાન સમજદારીપૂર્વક બેટિંગ કરી અને કોઈપણ ખરાબ શોટ રમવાનું ટાળ્યું. આ ઈનિંગ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 129થી વધુનો હતો, જે મોટી મેચોમાં તેના આક્રમક અભિગમને દર્શાવે છે.

એક વાર બચી ગયો, પછી અટક્યો નહીં

વિશ્વરાજ જાડેજાને ઈનિંગ દરમિયાન 120 રનના સ્કોર પર જીવનદાન મળ્યું હતું, જ્યારે ડીપમાં તેનો કેચ ડ્રોપ થયો હતો. જોકે, તે પછી તેણે કોઈ ભૂલ ન કરી. તેનાથી વિપરીત તેણે પોતાની રમતને વધુ તીક્ષ્ણ બનાવી. પંજાબના બોલર્સે સતત તેમની લાઈન અને લેન્થમાં ફેરફાર કર્યા, પરંતુ જાડેજા દરેક બોલનો જવાબ આપવામાં સક્ષમ હતો.

સમગ્ર ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ ફોર્મ

આ ઈનિંગ ફક્ત એક મેચની વાર્તા નથી. વર્તમાન વિજય હજારે ટ્રોફીમાં વિશ્વરાજ જાડેજાએ 9 મેચમાં 500થી વધુ રન બનાવ્યા છે. આ સિઝનમાં તેણે 3 સદી ફટકારી છે, આ દરમિયાન તેની એવરેજ લગભગ 67ની રહી છે. તેણે અગાઉ ગુજરાત, દિલ્હી અને સર્વિસીસ સામે મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમીને પોતાને એક વિશ્વસનીય બેટ્સમેન સાબિત કર્યો છે.

2018માં શરૂ થઈ હતી કારકિર્દી

વિશ્વરાજ જાડેજા જે પોતાની શાનદાર સદીથી ચર્ચામાં આવ્યો હતો, તે હાલમાં 27 વર્ષનો છે. તેણે 2017-18 માં સૌરાષ્ટ્ર માટે તેની T20 કારકિર્દીની શરૂઆત કરી હતી અને 2018માં 18 વર્ષની ઉંમરે રાજ્ય માટે તેની પ્રથમ ફર્સ્ટ-ક્લાસ મેચ રમી હતી. તેણે 2019માં વિજય હજારે ટ્રોફીથી ઘરેલું ODIમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારથી, તેણે રાજ્ય માટે સતત શાનદાર પ્રદર્શન કર્યું છે, ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.

વિશ્વરાજનો રેકોર્ડ

23 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં વિશ્વરાજે 28.55ની એવરેજથી 1142 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 7 અડધી સદીનો સમાવેશ થાય છે. 36 લિસ્ટ A મેચોમાં વિશ્વરાજે 35.68ની એવરેજથી 1249 રન બનાવ્યા છે, જેમાં 3 સદી અને 9 અડધી સદીનો સમાવેશ થાય છે. આ સિવાય વિશ્વરાજે 39 T20 મેચોમાં 29.37ની એવરેજથી 852 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 6 અડધી સદી ફટકારી છે.

હવે ફાઈનલ પર નજર

આ જીત સાથે સૌરાષ્ટ્ર 2022-23 પછી પહેલીવાર વિજય હજારે ટ્રોફીની ફાઈનલમાં પહોંચ્યું છે. 18 જાન્યુઆરીએ ફાઈનલમાં તે વિદર્ભનો સામનો કરશે. તેના વર્તમાન ફોર્મને જોતાં વિશ્વરાજ જાડેજા ફરી એકવાર ટીમની સૌથી મોટી તાકાત તરીકે ઉભરી આવે તેવી અપેક્ષા છે.