Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : U19 World Cup 2026 Indian vs Bangladesh match live streaming detail

U19 World Cup 2026 / સતત બીજી જીત મેળવવા મેદાનમાં ઉતરશે ભારત, જાણો ક્યાં અને ક્યારે લાઈવ જોઈ શકશો મેચ

Timeછેલ્લું અપડેટ : 17 Jan 2026
લાઇવ ટીવીGoogle News
U19 World Cup 2026 / સતત બીજી જીત મેળવવા મેદાનમાં ઉતરશે ભારત, જાણો ક્યાં અને ક્યારે લાઈવ જોઈ શકશો મેચ
સોર્સ : GSTV

ઝિમ્બાબ્વે અને નામિબિયામાં રમાઈ રહેલા અંડર-19 ODI વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમ 17 જાન્યુઆરીએ એટલે કે આજે ટુર્નામેન્ટની પોતાની બીજી મેચ રમશે. આ વખતે ટીમ ઈન્ડિયાનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ આયુષ મ્હાત્રે કરી રહ્યો છે. જ્યારે બાંગ્લાદેશ અઝીઝુલ હકીમ તમીમના નેતૃત્વમાં રમી રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી, તેણે પોતાની પહેલી મેચમાં USAને હરાવ્યું હતું. બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના ફેન્સની નજર ફાસ્ટ બોલર હેનિલ પટેલ અને યુવા ઓપનર વૈભવ સૂર્યવંશી પર હશે. બાંગ્લાદેશને હરાવીને ભારત ટુર્નામેન્ટમાં સતત બીજી જીત નોંધાવવા માંગશે.

App Store

ભારતે પહેલી મેચમાં USAને હરાવ્યું

ભારતીય અંડર-19 ટીમે વર્લ્ડ કપની પોતાની પહેલી મેચમાં USA સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું, જોકે મેચ વરસાદથી પ્રભાવિત થઈ હતી. ભારતે USAને 107 રનમાં ઓલઆઉટ કરી દીધું, જેમાં ફાસ્ટ બોલર હેનિલ પટેલે પાંચ વિકેટ લીધી હતી. ત્યારબાદ વરસાદને કારણે ભારતને DLS હેઠળ 96 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, જે ટીમે 17.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો અને જીત સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરી. હવે ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે ટકરાશે. મેચ પહેલા ચાલો તમને જણાવી દઈએ કે આ મુકાબલો લાઈવ ક્યારે અને ક્યાં જોઈ શકશો.

લાઈવ સ્ટ્રીમિંગ ક્યારે અને ક્યાં જોવું?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અંડર-19 વર્લ્ડ કપ 2026ની સાતમી મેચ 17 જાન્યુઆરી, 2026ના રોજ ઝિમ્બાબ્વેના બુલાવાયોમાં ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાશે. મેચ ભારતીય સમય મુજબ બપોરે 1:00 વાગ્યે શરૂ થશે. ટોસ બપોરે 12:30 વાગ્યે થશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ તમે JioHotstar એપ અને વેબસાઈટ પર જોઈ શકો છો. આ મેચનું ભારતમાં લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલો પર જોઈ શકાશે.

U19 વર્લ્ડ કપ માટે બંને ટીમોની સ્કવોડ

ભારત: આયુષ મ્હાત્રે (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, એરોન જ્યોર્જ, વિહાન મલ્હોત્રા, વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), કનિષ્ક ચૌહાણ, ખિલાન પટેલ, દીપેશ દેવેન્દ્રન, કિશન કુમાર સિંહ, હેનીલ પટેલ, ઉધવ મોહન, આરએસ અંબરીશ, મોહમ્મદ એનાન, હરવંશ પંગાલિયા.

બાંગ્લાદેશ: અઝીઝુલ હકીમ તમીમ (કેપ્ટન), જવાદ અબરાર, સમિઉન બસીર રાતુલ, શેખ પરવેઝ જીબોન, રિઝાન હોસન, શહરિયા અલ અમીન, શાદીન ઈસ્લામ, મોહમ્મદ અબ્દુલ્લા, સાદ ઈસ્લામ રઝીન, અલ ફહાદ, શહરયાર અહમદ, ઈકબાલ હુસૈન, ફરીદ હસન ફૈઝલ, કલામ સિદ્દીકી અલીન અને રિફત બેગ.